વલસાડમાં અઠ્ઠાઈ અને માસક્ષમણ તપસ્વીઓનો ભવ્ય વરઘોડો: સાંસદ ધવલ પટેલ જોડાયા
વલસાડમાં અઠ્ઠાઈ અને માસક્ષમણ તપસ્વીઓનો ભવ્ય વરઘોડો: સાંસદ ધવલ પટેલ જોડાયા
Published on: 16th September, 2026

વલસાડમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ અને સંવત્સરી ક્ષમાપના બાદ તપસ્વીઓના સન્માનમાં ભવ્ય શોભાયાત્રા (વરઘોડો) કાઢવામાં આવી. આ યાત્રામાં 48 તપસ્વીઓ, જેમણે અઠ્ઠાઈ (8 દિવસ), 11 દિવસ, સોળભત્તુ (16 દિવસ) અને માસક્ષમણ (30 દિવસ) જેવા કઠોર તપ કર્યા હતા, તેમજ 285 વર્ષીતપ આરાધકોનું બહુમાન થયું. પ્રભુ મહાવીર સ્વામીના રથ સાથે નીકળેલી આ યાત્રામાં સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ જોડાયા અને તપસ્વીઓનું સન્માન કર્યું. સમગ્ર શહેરમાં જૈનમય વાતાવરણ છવાયું હતું.