સાવલીમાં મહીસાગર અને ડેરાતળાવ ખાતે ભક્તિમય માહોલમાં શ્રીજીનું વિસર્જન સંપન્ન
સાવલીમાં મહીસાગર અને ડેરાતળાવ ખાતે ભક્તિમય માહોલમાં શ્રીજીનું વિસર્જન સંપન્ન
Published on: 26th September, 2026

અનંત ચતુર્દશીના પવિત્ર અવસરે સાવલી નગરમાં ગણેશજીની મૂર્તિઓનું ભવ્ય વિસર્જન કરાયું. ડીજેના તાલે અને ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે નીકળેલી વિસર્જન યાત્રા સાવલીના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ, જ્યાં દામાજીના ડેરા નજીક તળાવ ખાતે 30થી વધુ મૂર્તિઓનું સામૂહિક વિસર્જન થયું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જેના કારણે વાતાવરણ ભક્તિમય બન્યું. પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો. તાલુકાના મોટાભાગના ગામોમાં પોતાના તળાવ કે મહીસાગર નદીમાં વિસર્જન કરાયું.