મહેસાણા: 60 દિવસનો નો-વેન્ડિંગ ઝોન, પણ લારીઓનો અડિંગો યથાવત
મહેસાણા: 60 દિવસનો નો-વેન્ડિંગ ઝોન, પણ લારીઓનો અડિંગો યથાવત
Published on: 26th September, 2026

મહેસાણાના મોઢેરા રોડ પર ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તંત્ર દ્વારા 60 દિવસનો નો-વેન્ડિંગ ઝોન જાહેર કરાયો છે. જોકે, જાહેરનામાના અમલના પ્રથમ દિવસે જ પરિસ્થિતિ યથાવત રહી. મોઢેરા ચોકડી નજીક રોડ પર અંદાજે 50થી વધુ લારીઓ અને ઘણા વાહનો ખડકાયેલા જોવા મળ્યા હતા. જેના કારણે રસ્તાનો મોટો ભાગ અવરોધાયો હતો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. ધારાસભ્યની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો હતો, અને આગામી 10 દિવસમાં લારીધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવાની પ્રક્રિયા હાથ ધરાશે.