વડોદરાના અલવા ગામમાં પ્રથમવાર ભવ્ય આદ્યશક્તિ ગરબા મહોત્સવનું આયોજન
વડોદરાના અલવા ગામમાં પ્રથમવાર ભવ્ય આદ્યશક્તિ ગરબા મહોત્સવનું આયોજન
Published on: 14th October, 2026

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના અલવા ગામે પ્રથમ વખત આદ્યશક્તિ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. બરોડા ડેરીના ડિરેક્ટર સતીશ મકવાણાના મુખ્ય પ્રયાસોથી આયોજિત આ મહોત્સવમાં નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ માં અંબાની આરતીમાં ભાગ લીધો હતો. ખેલૈયાઓ માટે આકર્ષક ડેકોરેશન, લાઇટિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.