વ્યારા સુગર ફેક્ટરી સામે 700 શેરડી પકવતા ખેડૂતોનું આંદોલન
વ્યારા સુગર ફેક્ટરી સામે 700 શેરડી પકવતા ખેડૂતોનું આંદોલન
Published on: 14th October, 2026

વ્યારા સુગર ફેક્ટરી દ્વારા અંદાજે 700 ખેડૂતોના ₹10 કરોડથી વધુની ચૂકવણી ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2 ઓક્ટોબરથી ચાલી રહેલા આંદોલન બાદ હવે ખેડૂતો 24 કલાકના અખંડ ધરણાં પર બેઠા છે અને 16 ઓક્ટોબરે ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. દિવાળી પૂર્વે નાણાં ન મળતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને નવી સિઝનની તૈયારી અંગે પણ દ્વિધામાં છે.