બોટાદના મિલિટરી રોડ સર્કલ પાસે અજાણ્યા આઇસર ટેમ્પોની ટક્કરમાં યુવકનું મોત
બોટાદના મિલિટરી રોડ સર્કલ પાસે અજાણ્યા આઇસર ટેમ્પોની ટક્કરમાં યુવકનું મોત
Published on: 14th October, 2026

બોટાદના મિલિટરી રોડ સર્કલ પાસે મોટરસાયકલ પર જઈ રહેલા બે યુવકોને અજાણ્યા આઇસર ટેમ્પોએ અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિશાલભાઈ રતીલાલભાઈ ગોહિલ નામના યુવકને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.