સુરતના કોસાડમાં 50 વર્ષ જૂની પરંપરાગત નવરાત્રિની ઉજવણી
સુરતના કોસાડના જૂના કોળીવાડમાં 50 વર્ષથી વધુ સમયથી નવરાત્રિની પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે. ફાઈવ-જી અને ચેટ જીપીટીના યુગમાં પણ અહીં ડીજે કે ફિલ્મી ગીતોને બદલે સ્થાનિક લોકો દ્વારા ઢોલક અને કેસિયોના તાલે પરંપરાગત ગરબા ગાવાય છે અને રમાય છે. આ આયોજન નવી પેઢીને પૂર્વજોની સંસ્કૃતિ સાથે જોડે છે.
