પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સત્સંગ સભા‎!
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સત્સંગ સભા‎!
Published on: 14th August, 2026

પવિત્ર શ્રાવણ માસના શુભારંભે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ લંડનમાં સત્સંગ સભા યોજાઈ. મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પરની 'રિયલ લાઈફ' એ માત્ર ફિલ્ટર કરેલી પોસ્ટ છે, જે ડિપ્રેશન અને ટેન્શન વધારે છે. સુખની પ્રાપ્તિ માટે બીજાની સરખામણી કરતાં, પોતાની પાસે જે છે તેનો સંતોષ માનો. શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશ મુજબ, પોતાને ઓળખો અને રિલ્સ જોવાનું છોડી વાસ્તવિક જીવન જીવો. આત્મ-દર્શન અને ભગવાનના ધ્યાનથી સુખ, શાંતિ અને દિવ્યાનંદની અનુભૂતિ થશે.