નર્મદા જિલ્લાના શિવાલયોમાં શ્રાવણ માસનો પ્રારંભ
નર્મદા જિલ્લાના શિવાલયોમાં શ્રાવણ માસનો પ્રારંભ
Published on: 14th August, 2026

નર્મદા જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગૂંજ્યાં. શિવભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા છે. એક પુષ્પ, એક બિલીપત્ર અને જળ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે તેવી ધાર્મિક માન્યતા છે. ભક્તો પાર્થેશ્વર શિવલિંગ બનાવી આરાધના કરી રહ્યા છે. બિલીપત્ર, પુષ્પો, ધતુરાના ફૂલ તથા અન્ય સુગંધી દ્રવ્યો અર્પણ કરી ભક્તો પૂજા-અર્ચના કરી રહ્યા છે. શૂલપાણેશ્વર મહાદેવ મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળોએ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.