પંચમહાલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
પંચમહાલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
Published on: 28th July, 2026

હાલોલ તાલુકાના નારાયણ ધામ તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા બુધવારે ગુરુપૂર્ણિમાની ભક્તિપૂર્ણ ઉજવણીનું આયોજન કરાયું છે. આ પ્રસંગે લાખોની સંખ્યામાં ગુરુભક્તો પ. પૂ. બ્રહ્મલીન નારાયણ બાપુની સમાધિ ખાતે ગુરુ વંદના કરવા ઉમટી પડશે. વહેલી સવારથી પાદુકા પૂજન, અભિષેક, છબી યાત્રા અને પ્રાર્થના સભા જેવા કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ, આંબાવાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું છે, જેની તૈયારીઓ છેલ્લા સાત દિવસથી ચાલી રહી છે. ભક્તોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે 650 થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.