રામ મંદિરમાં નવું સંકટ: દાન ગણતરી કર્મચારીઓના સામૂહિક રાજીનામા
રામ મંદિરમાં નવું સંકટ: દાન ગણતરી કર્મચારીઓના સામૂહિક રાજીનામા
Published on: 10th July, 2026

અયોધ્યા રામ મંદિરના દાનની ગણતરી કરતા 23 કર્મચારીઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે. દાન ચોરીના વિવાદ બાદ કામના કલાકો વધારવા અને પગાર ઘટાડવાથી કર્મચારીઓ નારાજ છે. પહેલા 14755 રૂપિયા ફિક્સ પગાર મળતો હતો, જે હવે ઘટાડીને 8 થી 11 હજાર રૂપિયા કરી દેવાયો છે. કામના કલાકો પણ 6 થી 9 કલાક કરી દેવાયા હતા. આ માંગણીઓ ન સંતોષાતા તેમણે રાજીનામા આપ્યા. SBI અને સૈનિક સિક્યોરિટીના અધિકારીઓને રજૂઆત બાદ તેમની માંગણી અસ્વીકાર થતાં આ નિર્ણય લેવાયો. નવી ભરતીમાં પોલીસ વેરિફિકેશનને કારણે સમય લાગી શકે છે.