મોરબીમાં ગણેશ મૂર્તિ માટે સિન્થેટિક અને POP પર પ્રતિબંધ
મોરબીમાં ગણેશ મૂર્તિ માટે સિન્થેટિક અને POP પર પ્રતિબંધ
Published on: 16th September, 2026

મોરબી જિલ્લામાં ગણેશ ચતુર્થી દરમિયાન પર્યાવરણ સુરક્ષા અને જળ પ્રદૂષણ રોકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચરે જાહેરનામું બહાર પાડ્યું છે. ગણેશ મૂર્તિઓ માટે સિન્થેટિક સામગ્રી, પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને ઝેરી રંગો પર પ્રતિબંધ મુકાયો છે. પીવાના પાણીના સ્ત્રોતો, નદીઓ કે સમુદ્રમાં વિસર્જન પર પણ રોક લગાવી છે. મૂર્તિઓનું વિસર્જન ફક્ત નિર્ધારિત સ્થળોએ જ કરવું પડશે. મૂર્તિ સ્થાપનાની ઊંચાઈ 12 ફૂટ અને વિસર્જન સરઘસમાં કુલ ઊંચાઈ 15 ફૂટથી વધુ રાખી શકાશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે.