મહીસાગરના લીમપુરના હરસિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતની ભક્તિપૂર્ણ ઉજવણી
મહીસાગરના લીમપુરના હરસિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતની ભક્તિપૂર્ણ ઉજવણી
Published on: 28th July, 2026

મહીસાગરના કડાણા તાલુકાના લીમપુર ગામમાં આવેલા હરસિદ્ધેશ્વર મહાદેવ મંદિરે અષાઢ સુદ તેરસના દિવસે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો. ગામની કુંવારિકાઓ અને પરિણીત મહિલાઓએ મનવાંછીત પતિ મળે અને દાંપત્ય જીવન સુખી રહે તેવી કામના સાથે ગણપતિ, મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરી. આ વ્રત દરમિયાન મીઠાનો ત્યાગ કરવામાં આવે છે, તેથી તેને અલુણા વ્રત પણ કહેવાય છે. વ્રતની પૂર્ણાહુતિ શનિવારે જાગરણ સાથે થશે.