જૂનાગઢમાં દામોદરકુંડ રાધાદામોદરજી મંદિરે ભવ્ય છપ્પન ભોગ મનોરથ ઉત્સવ ઉજવાયો
જૂનાગઢમાં દામોદરકુંડ રાધાદામોદરજી મંદિરે ભવ્ય છપ્પન ભોગ મનોરથ ઉત્સવ ઉજવાયો
Published on: 01st June, 2026

જૂનાગઢમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ચારેકોર ભક્તિમય માહોલ છે. આ અવસરે, શહેરના દામોદરકુંડ સ્થિત સુપ્રસિદ્ધ રાધાદામોદરજી મંદિરે ભવ્ય અને અલૌકિક છપ્પન ભોગ મનોરથનું આયોજન થયું. રાધાદામોદરજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ દિવ્ય દર્શન સાંજે 06:15 વાગ્યે ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રભુ સમક્ષ ધરાવાયેલા છપ્પન ભોગ અને દિવ્ય શણગારના દર્શનનો લ્હાવો લીધો અને ધન્યતા અનુભવી.