પુરીની રથયાત્રાની પૂર્ણ કહાની: 58 દિવસમાં 200થી વધુ લોકો રથ નિર્માણ માટે કામ કરે છે; જાણો યાત્રા પછી રથોનું શું થાય છે
પુરીની રથયાત્રાની પૂર્ણ કહાની: 58 દિવસમાં 200થી વધુ લોકો રથ નિર્માણ માટે કામ કરે છે; જાણો યાત્રા પછી રથોનું શું થાય છે
Published on: 26th June, 2025

ઓડિશાના પુરીમાં આલતીકાલે (27 જૂન) ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની રથયાત્રા યોજાશે. દરેક વર્ષે 200થી વધુ લોકો માત્ર 58 દિવસમાં ત્રણ 45 ફૂટ ઊંચા હાથથી બનાવાયેલા રથ તૈયાર કરે છે, જેમાં 5 પ્રકારના ખાસ લાકડાનો ઉપયોગ થાય છે. આ રથોને કોઈ સ્કેલ વગર જ માપીને બનાવવામાં આવે છે, જેનું વજન 200 ટનથી પણ વધુ હોય છે. નવા રથ અક્ષય તૃતીયાથી શરૂ થતાં ગુંડિચા યાત્રાના બે દિવસ પહેલાં પૂરાં થાય છે અને યાત્રા બાદ તોડી નાખવામાં આવે છે. આ રથયાત્રાની વિશિષ્ટ પ્રક્રિયાની વાર્તા રસપ્રદ છે.