તુલસી પાસે આ વસ્તુઓ રાખવી છે અત્યંત અશુભ
તુલસી પાસે આ વસ્તુઓ રાખવી છે અત્યંત અશુભ
Published on: 09th July, 2026

તુલસી માત્ર ધાર્મિક જ નહીં, પણ વાસ્તુ અને આયુર્વેદમાં પણ મહત્વ ધરાવે છે. ઘરના આંગણે તુલસી સુખ-સમૃદ્ધિનું પ્રતીક છે. પરંતુ, અજાણતાં થયેલી ભૂલો આર્થિક મુશ્કેલી લાવી શકે છે. તુલસી માટે ઉત્તર, ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ) અને પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. દક્ષિણ દિશામાં તુલસી રાખવાથી નકારાત્મકતા અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. તુલસીની આસપાસ કચરો, જૂતા-ચંપલ રાખવા એ અપમાન ગણાય છે અને ગરીબી લાવે છે. રવિવારે જળ ન ચઢાવો અને સૂર્યાસ્ત પછી પાન ન તોડો. ઘીનો દીવો પ્રગટાવવાથી ધન-શાંતિ આવે છે.