શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર અને ફળોનો અન્નકૂટ ધરાવાયો
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર અને ફળોનો અન્નકૂટ ધરાવાયો
Published on: 12th July, 2026

સાળંગપુર ધામ ખાતે તા.11-07-2026, શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર સજાવીને કેરી, કેળાં અને તરબૂચ જેવા ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. આ ધાર્મિક કાર્યક્રમ પ.પૂ.શાસ્ત્ર્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી યોજાયો હતો. મંગળા અને શણગાર આરતી બાદ મારુતિ યજ્ઞનું પણ આયોજન થયું હતું. હજારો ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી, સમગ્ર મંદિર પરિસર જય કષ્ટભંજનદેવના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.