સોમનાથ મંદિરે વિમાન દુર્ઘટનાના મૃતકો માટે શાંતિપાઠ: ગીતાનો 15મો અધ્યાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાયો, મધ્યાહ્ન આરતીમાં વિશેષ સંકલ્પ
સોમનાથ મંદિરે વિમાન દુર્ઘટનાના મૃતકો માટે શાંતિપાઠ: ગીતાનો 15મો અધ્યાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાયો, મધ્યાહ્ન આરતીમાં વિશેષ સંકલ્પ
Published on: 14th June, 2025

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના મંદિરે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના ઈનચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબેની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના પૂજારીઓ, સ્થાનિક તીર્થપુરોહિતો અને ભક્તોએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગનો પાઠ કર્યો. મહામૃત્યુજય મંત્ર જાપ અને શાંતિપાઠ દ્વારા દિવંગત આત્માઓના મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવી. મધ્યાહ્ન આરતી દરમિયાન મૃતકોની આત્મશાંતિ માટે વિશેષ સંકલ્પ લેવામાં આવ્યો. ઉપસ્થિત યાત્રાળુઓ, પૂજારીગણ અને ટ્રસ્ટ પરિવારે સોમનાથ મહાદેવને દુર્ઘટનાના ભોગ બનેલા તમામ આત્માઓની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી. આ ધાર્મિક વિધિ દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી.