રાજકોટમાં 900 કિલો સોનાના ઘરેણાં સાથે 15,000 આહીરાણીઓનો અનોખો રાસ
રાજકોટમાં આહીર સેના દ્વારા ‘આહીર ગરબા મહોત્સવ’નું આયોજન કરાયું, જેમાં અંદાજે 15,000 થી વધુ આહીરાણીઓએ 900 કિલો સોનાના ઘરેણાં પહેરીને પરંપરાગત પોષાકમાં ગરબે ઘૂમીને સાંસ્કૃતિક વારસો ઉજાગર કર્યો. નવા રિંગ રોડ વિસ્તારમાં યોજાયેલા આ મહોત્સવમાં ભગવાન શ્રીદ્વારકાધીશની મહાઆરતી પણ યોજાઈ હતી.
