છોટાઉદેપુરના વરધીમાં વિરોધ: 'પહેલાં શાળાના ઓરડા, પછી વોટ'ના નારા સાથે મતદાન બહિષ્કાર!
છોટાઉદેપુરના વરધીમાં વિરોધ: 'પહેલાં શાળાના ઓરડા, પછી વોટ'ના નારા સાથે મતદાન બહિષ્કાર!
Published on: 27th April, 2026

તેજગઢના વરધી ગામે શાળાના ઓરડાના અભાવે ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરાયો. 'પહેલાં શાળાના ચાર ઓરડા બનાવો, પછી મત આપીશું' એવો ગ્રામજનોનો અડગ નિર્ણય હતો. તંત્રએ લેખિત બાંહેધરી આપ્યા બાદ મતદાન શરૂ થયું. છેલ્લાં ચાર વર્ષથી ક્લાસરૂમનું નિર્માણ મંજૂર હોવા છતાં કામ થયું નહોતું, જેના કારણે શિક્ષણને અસર થઈ રહી હતી.