ચૂંટણીમાં મત ખરીદવા પૈસા આપે છે : ગટર અને પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
ચૂંટણીમાં મત ખરીદવા પૈસા આપે છે : ગટર અને પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
Published on: 10th April, 2026

વડોદરામાં ચૂંટણી ટાણે લોકો ગટર અને પાણીથી ત્રસ્ત છે. દિવાળીપુરામાં ગટરનું પાણી આવે છે, લોકો રૂપિયા ખર્ચી ટેન્કર મંગાવે છે. ફરિયાદ કરવા છતાં કોઈ સાંભળતું નથી. અંબિકાનગરમાં ગટર ભરાય છે, પાંચ મિનિટમાં સળિયો મારીને જતા રહે છે. ચોમાસામાં તો ઘર છોડી જવું પડે છે. નેતાઓ ચૂંટણી ટાણે દેખાય છે અને 'ચૂંટણી આવે એટલે સાડી, પૈસા અને પોટલીઓ આપીને મત ખરીદી લે છે'. કોંગ્રેસના પ્રમુખના જણાવ્યા મુજબ લોકો પાયાની સુવિધાથી વંચિત છે.