સાવલી બાર એસોસિએશનનું વડોદરા બારના હાઇકોર્ટના સર્ક્યુલર સામેના વિરોધને સમર્થન
સાવલી બાર એસોસિએશનનું વડોદરા બારના હાઇકોર્ટના સર્ક્યુલર સામેના વિરોધને સમર્થન
Published on: 07th August, 2026

સાવલી બાર એસોસિએશને ગુજરાત હાઇકોર્ટના નવા સર્ક્યુલર સામે વડોદરા બાર એસોસિએશનના વિરોધને સંપૂર્ણ સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો છે. હાઇકોર્ટના 15 એપ્રિલ, 2026ના સર્ક્યુલર મુજબ 1 ઓગસ્ટ, 2026થી તમામ અરજીઓ A-4 સાઇઝના કાગળ પર આગળ-પાછળ પ્રિન્ટ, નિર્ધારિત ફૅન્ટમાં અને કમ્પ્યુટર ટાઇપ કરીને રજૂ કરવી ફરજિયાત છે. આ નવી પ્રણાલી વકીલો, ખાસ કરીને વડીલ વકીલો માટે વ્યવહારુ મુશ્કેલીઓ ઊભી કરી રહી છે. સાવલી બાર એસોસિએશન વડોદરા બારના કાર્યક્રમોમાં સહભાગી બનશે અને સહકાર આપશે. ઠરાવની નકલો ચીફ્ જસ્ટિસ સહિત સંબંધિત અધિકારીઓને મોકલાઈ છે.