પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કેન્સરના બે જટિલ ઓપરેશન સફળ
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કેન્સરના બે જટિલ ઓપરેશન સફળ
Published on: 07th August, 2026

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં GMERS મેડિકલ કોલેજ શરૂ થયા બાદ નિષ્ણાત તબીબોની નિમણૂકથી દર્દીઓને મોટી રાહત મળી છે. તાજેતરમાં, સર્જિકલ ટીમે કેન્સરના બે મેજર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે. એક 18 વર્ષીય યુવકના મોટા આંતરડામાંથી 4 સેમીની ગાંઠ દૂર કરાઈ, જ્યારે 70 વર્ષીય વૃદ્ધાના નાના આંતરડામાંથી 80 સેમી લાંબી ગાંઠ કાઢવામાં આવી. બંને દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહી છે, જેનો ખાનગી હોસ્પિટલમાં અઢી લાખથી વધુ ખર્ચ થાય છે.