વડોદરામાં ચૂંટણી ફરજમાં શિક્ષકોનું બાકી મહેનતાણું તાત્કાલિક ચૂકવવા માંગ
વડોદરામાં ચૂંટણી ફરજમાં શિક્ષકોનું બાકી મહેનતાણું તાત્કાલિક ચૂકવવા માંગ
Published on: 07th August, 2026

કદવાલ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘે મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને જિલ્લા પંચાયત ચૂંટણીમાં ફરજ બજાવનાર શિક્ષકોને બાકી મહેનતાણું ચૂકવવાની તાતી માંગ કરી છે. ચૂંટણી પ્રક્રિયા સફળ બનાવવા દિવસ-રાત મહેનત કરનાર શિક્ષકોને લાંબો સમય વીત્યા બાદ પણ મહેનતાણું ન મળતાં નિરાશા અને અસંતોષ છે. આ એક સરકારી ફરજ હોવાથી મહેનતાણું સમયસર મળવું જોઈએ. સંઘે તમામ શિક્ષકોની વિગતો ચકાસી, વિલંબ વિના મહેનતાણું ચૂકવવા અને ભવિષ્યમાં આવી કામગીરીનું મહેનતાણું સમયમર્યાદામાં મળે તેવી વ્યવસ્થા કરવા અપીલ કરી છે.