UPI મુદ્દે ઘેરાયેલી સરકારે કોંગ્રેસના નેતાઓના નામ આગળ ધરી બચાવ કર્યો
UPI મુદ્દે ઘેરાયેલી સરકારે કોંગ્રેસના નેતાઓના નામ આગળ ધરી બચાવ કર્યો
Published on: 17th September, 2026

2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર MDR લાગુ કરવાના નિર્ણયને લઈને રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીએ આને 'UPI ટેક્સ' ગણાવી સરકાર પર આરોપ લગાવ્યા બાદ, કેન્દ્ર સરકારે કોંગ્રેસના જ દિગ્ગજ નેતાઓ પી. ચિદમ્બરમ અને મનીષ તિવારી જેવા નેતાઓને આગળ ધરી બચાવ કર્યો છે. સરકારી સૂત્રોએ નાણાકીય સ્થાયી સમિતિના અહેવાલનો હવાલો આપી કહ્યું કે, આ ભલામણ સમિતિએ જ કરી હતી, જેમાં કોંગ્રેસના 5 સાંસદો હાજર હતા. સરકારે કોંગ્રેસ પર બેવડા માપદંડ અપનાવવાનો આરોપ મૂક્યો છે.