તાપી જિલ્લામાં 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 70%થી વધુ મતદાન: 37 સામાન્ય અને 10 પેટા પંચાયતોમાં કુલ 60,630 મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ
Published on: 23rd June, 2025
તાપી જીલ્લાની 47 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન સાંજે 6 વાગ્યે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. જિલ્લામાં 37 સામાન્ય અને 10 પેટા ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું. સામાન્ય પંચાયતોમાં 71.11% મતદાન થયુ હતું, જેમાં 24,328 પુરુષ અને 26,190 સ્ત્રીઓ સહિત કુલ 50,518 મતદારોએ મતદાન કર્યું હતું. પેટા પંચાયતોમાં 69.19% મતદાન થયું, જેમાં 4,916 પુરુષ અને 5,196 સ્ત્રીઓ સહિત કુલ 10,112 મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લામાં કુલ 105 મતદાન મથકો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી, અને મતગણતરી 25 જૂને થશે.

Published at: June 23, 2025
Read More at દિવ્ય ભાસ્કર