મુસ્લિમ સમુદાયને મળતી અનામત પર શુભેન્દુ સરકારની તરાપ, 66 જાતિ OBC ક્વૉટાથી બહાર
મુસ્લિમ સમુદાયને મળતી અનામત પર શુભેન્દુ સરકારની તરાપ, 66 જાતિ OBC ક્વૉટાથી બહાર
Published on: 01st July, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભાએ OBC અનામત સંબંધિત બે સુધારા બિલ પસાર કરીને અનામત વ્યવસ્થામાં મોટા ફેરફારો કર્યા છે. નવા કાયદા મુજબ હવે માત્ર 66 સમુદાયોને OBC અનામતનો લાભ મળશે, જ્યારે 77 મુસ્લિમ સમુદાયોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય કલકત્તા હાઈકોર્ટના 2024ના આદેશના પાલનરૂપે લેવાયો છે. સાથે જ પછાત વર્ગ આયોગને વધુ સત્તા અપાઈ છે અને સરકાર માટે તેની ભલામણો બંધનકર્તા બનાવવામાં આવી છે.