બ્રેક ફેલ ટ્રેલરે મચાવી તબાહી, 12 વાહનો અથડાયા, 20થી વધુને ઈજા
બ્રેક ફેલ ટ્રેલરે મચાવી તબાહી, 12 વાહનો અથડાયા, 20થી વધુને ઈજા
Published on: 01st July, 2026

ઝારખંડના રામગઢ જિલ્લામાં NH-33 પર ચુટ્ટૂપાલૂ ઘાટીમાં ટ્રેલરની બ્રેક ફેલ થતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાબૂ ગુમાવેલા ટ્રેલરે કાર, કન્ટેનર સહિત 12 વાહનોને ટક્કર મારતાં 20થી વધુ લોકો ઘાયલ થયા, જેમાં કેટલાકની હાલત ગંભીર છે. પોલીસે અને સ્થાનિક લોકોએ રાહત કામગીરી કરીને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા. અકસ્માત બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે પ્રાથમિક કારણ બ્રેક ફેલ હોવાનું જણાવી વધુ તપાસ શરૂ કરી છે.