સાબરકાંઠામાં આવતીકાલે 238 ગ્રામ પંચાયતોની ચૂંટણી: 4.41 લાખથી વધુ મતદારો આપશે મત, 615 મતદાન મથકો પર 3766 પોલિંગ સ્ટાફ ફરજ પર
Published on: 21st June, 2025
સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકામાં આજે 238 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચુંટણી યોજાશે. આ ચુંટણી માં 233 સરપંચ અને 744 વોર્ડના સભ્યોની પસંદગી થશે. 615 મતદાન મથકો પર 703 મતપેટી મુકવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા માટે 73 ચૂંટણી અધિકારી, 73 મદદનીશ ચૂંટણી અધિકારી, 3766 પોલિંગ સ્ટાફ અને 1739 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. હિંમતનગર તાલુકામાં 41 ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે, જેમાં 38 સામાન્ય અને 3 પેટા પેટા ચુંટણી માટે 120 મતદાન બુથ તૈયાર છે. માંમલતદાર અને ચૂંટણી અધિકારી એમ.ડી. પરમારના જણાવ્યા મુજબ 700 પોલિંગ સ્ટાફ તૈનાત છે. કુલ 4,41,840 મતદારો મતદાન કરશે, જેમાં પુરુષ, મહિલા અને અન્ય મતદારો સમાવેશ થાય છે. મતદાન બેલેટ પેપરના માધ્યમથી થશે.

Published at: June 21, 2025
Read More at દિવ્ય ભાસ્કર