રાજકોટ દુષ્કર્મ કેસમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરને હાઇકોર્ટનો ઝટકો
રાજકોટ દુષ્કર્મ કેસમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરને હાઇકોર્ટનો ઝટકો
Published on: 21st August, 2026

રાજકોટ જિલ્લામાં 6 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં પીડિતાની ઓળખ સોશિયલ મીડિયા પર છતી કરવા બદલ કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સામે નોંધાયેલી FIR રદ્દ કરવાની ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ ના પાડી દીધી છે. હાઇકોર્ટે અવલોકન કર્યું કે, બાળકીનો ચહેરો બ્લર હોવા છતાં બેકગ્રાઉન્ડ અને પરિવારજનોની તસવીરોથી ઓળખ જાહેર થતી હોવાથી પ્રથમ દર્શનીય કેસ બને છે. પોલીસ ફરિયાદ મુજબ, પ્રગતિ આહીરે પીડિતાના ઘરે મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના કારણે બાળકી અને તેના સંબંધીઓની ઓળખ થઈ શકે તેમ હતી. પોક્સો (POCSO) એક્ટની કલમ 23 હેઠળ આ ગુનો નોંધાયો હતો.