રાહુલ ગાંધીનો PM મોદી પર અમેરિકા વિરુદ્ધ બોલવામાં હિંમત ન હોવાનો પ્રહાર
રાહુલ ગાંધીનો PM મોદી પર અમેરિકા વિરુદ્ધ બોલવામાં હિંમત ન હોવાનો પ્રહાર
Published on: 12th June, 2026

અમેરિકન સેના દ્વારા ઓમાન સમુદ્રકાંઠા પાસે ત્રણ ભારતીય જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીયોના મોત બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, PM મોદીમાં અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલવાની હિંમત નથી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘અમેરિકાએ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ત્રણ દિવસમાં ત્રણ જહાજો પર હુમલા કર્યા, જેમાં ત્રણ ભારતીયોના મોત થયા છે અને આપણા Compromised PM એક શબ્દ બોલતા નથી.’ તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે વિદેશી શક્તિ ભારતીયની હત્યા કરે ત્યારે વડાપ્રધાને જવાબ આપવો પડે છે, પરંતુ PM મોદીમાં હિંમત નથી. G7 સમિટમાં મોદીજી હસતાં જોવા મળશે, પણ મૃત્યુ પામેલા ભારતીયો માટે તેમની પાસે એક શબ્દ નહીં હોય.