વાહન પોર્ટલની સમસ્યાઓ ઉકેલવા RTO ને રજૂઆત: નામ ટ્રાન્સફર અને પેમેન્ટ નિષ્ફળતા સહિતની મુશ્કેલીઓ દૂર કરવાની માંગ
વાહન પોર્ટલની સમસ્યાઓ ઉકેલવા RTO ને રજૂઆત: નામ ટ્રાન્સફર અને પેમેન્ટ નિષ્ફળતા સહિતની મુશ્કેલીઓ દૂર કરવાની માંગ
Published on: 21st August, 2026

જૂનાગઢ ઓટો કન્સલ્ટ એસોસિએશન દ્વારા વાહન પોર્ટલ પર HPA રદ્દ, H.P. એડિટ અને નેમ ટ્રાન્સફર જેવી પ્રક્રિયાઓ સરળ બનાવવા RTO અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરાઈ. પોર્ટલ પર આધાર લિંકિંગ, OTP, સર્વર ડાઉન, પેમેન્ટ નિષ્ફળ જવું અને એપોઈન્ટમેન્ટ સ્લોટ બુકિંગમાં વિલંબ જેવી તકનીકી અને વહીવટી મુશ્કેલીઓથી કન્સલ્ટને હાલાકી પડતી હોવાનું જણાવ્યું. કચેરી ખાતે કામગીરીનો ઝડપી નિકાલ અને રાજ્યસ્તરે 24x7 હેલ્પડેસ્ક શરૂ કરવાની માંગ કરાઈ.