ગડકરી પરિવારને મિડલ ઈસ્ટ યુદ્ધથી કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા મધ્ય-પૂર્વ તણાવની અસર હવે ભારતીય વેપાર પર પણ જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુલાસો કર્યો કે યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેમના પરિવારના બિઝનેસને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમની કંપની સુગરમાંથી ડિટર્જન્ટ બનાવે છે અને દર મહિને આશરે 100 કન્ટેનર અમેરિકા મોકલાતા હતા. જોકે અમેરિકા-ઈરાન તણાવ વધતા આ કન્ટેનરોની નિકાસ અટકી ગઈ છે, જેના કારણે વેપાર અને સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી રહી છે.
ગડકરી પરિવારને મિડલ ઈસ્ટ યુદ્ધથી કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા.
ક્યુબાનાં ડ્રોનની અમેરિકામાં એલર્ટ!
ક્યુબાને 300થી વધુ યુદ્ધ ડ્રોન મળ્યાના અહેવાલોથી અમેરિકા અને ક્યુબા વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે. ગુપ્તચર માહિતીના આધારે અમેરિકી સૂત્રોએ દાવો કર્યો છે કે આ ડ્રોન અમેરિકાના ગ્વાંતાનામો બેઝ, યુદ્ધજહાજો અને ફ્લોરિડાને નિશાન બનાવી શકે છે. સાથે જ ક્યુબામાં ઇરાની સૈન્ય સલાહકારોની હાજરીને પણ ચિંતાજનક ગણાવવામાં આવી છે. જોકે ક્યુબાના વિદેશ મંત્રી Bruno Rodríguez Parrillaએ આ અહેવાલોને ખોટા ગણાવી અમેરિકા પર ભવિષ્યના આર્થિક પ્રતિબંધો અને સંભવિત સૈન્ય હુમલા માટે બહાનું તૈયાર કરવાનો આરોપ લગાવ્યો છે.
ક્યુબાનાં ડ્રોનની અમેરિકામાં એલર્ટ!
મૂળ ભારતીય બ્રિટિશ ગોલ્ફર એરોન રાયે US PGA ચેમ્પિયનશિપ જીતી.
ભારતીય મૂળના બ્રિટિશ ગોલ્ફર એરોન રાયે પ્રતિષ્ઠિત PGA Championship જીતી ગોલ્ફ જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે. 31 વર્ષીય એરોન રાય વર્ષ 1919 બાદ આ ખિતાબ જીતનારા પ્રથમ ઇંગ્લિશ ખેલાડી બન્યા છે, જેના દ્વારા તેમણે 107 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ફાઇનલમાં તેમની સામે રોરી મેકઇલરાય અને જોન રહમ જેવા દિગ્ગજ ખેલાડીઓ હતા. શરૂઆતમાં કેટલીક ભૂલો છતાં વિશ્વ રેન્કિંગમાં 44મા સ્થાને રહેલા એરોન રાયે જબરદસ્ત વાપસી કરીને ઐતિહાસિક જીત મેળવી હતી.
મૂળ ભારતીય બ્રિટિશ ગોલ્ફર એરોન રાયે US PGA ચેમ્પિયનશિપ જીતી.
પાલઘરમાં ટ્રક-કન્ટેનર ટક્કર: 12ના મોત, 25 ઘાયલ.
મહારાષ્ટ્રના પાલઘરમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ડહાણુ તાલુકાના બાપુગામથી 100થી વધુ લોકો સગાઈ પ્રસંગમાં હાજરી આપવા ટ્રકમાં જઈ રહ્યા હતા. પાલઘર જિલ્લાના ધાનીવરી ગામ નજીક સામેથી આવી રહેલા કન્ટેનર સાથે ટ્રકની જોરદાર ટક્કર થતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
પાલઘરમાં ટ્રક-કન્ટેનર ટક્કર: 12ના મોત, 25 ઘાયલ.
IAS અધિકારીઓની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીઓની બદલી, વધારાના ચાર્જ અને નવી નિમણૂકો અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. IAS બી.એ. શાહને કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ અને મહેસૂલ વિભાગના એક્સ-ઓફિસિયો સેક્રેટરી તરીકે કાયમી નિમણૂક આપવામાં આવી છે. IAS આર્દ્રા અગ્રવાલને સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ડૉ. રતનકંવર ગઢવીચરણને કમિશનર, ન્યુટ્રિશન મિશનનો વધારાનો ચાર્જ મળ્યો છે. ઉપરાંત IAS અરવિંદ વી.ને નાણાં વિભાગ (બજેટ)ના સંયુક્ત સચિવ તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે.
IAS અધિકારીઓની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક.
ઈરાનમાં 134 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર, અમિતાભે શેર કર્યો દુર્લભ વીડિયો.
અમિતાભ બચ્ચન ફરી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં આવેલા 134 વર્ષ જૂના પ્રાચીન વિષ્ણુ મંદિરનો વીડિયો શેર કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વર્ષ 1892માં કાજાર યુગ દરમિયાન બનેલું આ મંદિર ત્યાં વેપાર કરતા ભારતીય હિંદુ વેપારીઓ માટે બનાવાયું હતું. વીડિયોમાં પર્શિયન ભાષામાં ભજન પણ સાંભળવા મળે છે. અમિતાભની આ પોસ્ટ બાદ ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા પર તેજ બની ગઈ છે.
ઈરાનમાં 134 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર, અમિતાભે શેર કર્યો દુર્લભ વીડિયો.
ઈરાનના સૂર બદલાયા?
અમેરિકા અને ઈઝરાઈલ દ્વારા ઈરાન સામે ફરી હુમલાની તૈયારીના અહેવાલોથી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. જર્મની સ્થિત અમેરિકી સૈન્ય બેઝ પરથી હથિયારો અને ગોળા-બારૂદ લઈને અનેક અમેરિકી વિમાનો તેલ અવીવ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિને મહાયુદ્ધની તૈયારી માનવામાં આવી રહી છે. બીજી તરફ Iranએ યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી છે, પરંતુ પોતાના પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ સમાધાન નહીં કરવાની સ્પષ્ટતા કરી છે. ઈરાને જણાવ્યું કે તે International Atomic Energy Agencyના નિયમો હેઠળ પોતાના પરમાણુ અધિકારો સાથે કોઈ બાંધછોડ કરશે નહીં.
ઈરાનના સૂર બદલાયા?
NEET-UG પેપર લીક: બ્યુટીશિયન, NTA સભ્ય સહિત 11ની ધરપકડ!
NEET-UG પેપર લીક કાંડમાં CBI એ બ્યુટીશિયન મનીષા વાઘમરે અને NTAની સભ્ય મનીષા મંધારે સહિત કુલ 11 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મનીષા વાઘમરે વચેટીયા તરીકે કાર્ય કરતી હતી અને 'M Sir' તરીકે જાણીતા કોચિંગ ક્લાસના ફાઉન્ડર શિવરાજ મોટેગાંવકર પણ મુખ્ય આરોપીના સંપર્કમાં હતા. NTA સભ્ય હોવાને કારણે મંધારેને પ્રશ્નપત્રની માહિતી હતી, જેનો ઉપયોગ તેણે નાણાકીય લાભ માટે કર્યો.
NEET-UG પેપર લીક: બ્યુટીશિયન, NTA સભ્ય સહિત 11ની ધરપકડ!
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફર્સ્ટ લુક જાહેર!
ભારતની મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ફર્સ્ટ લુક સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. Ministry of Railwaysએ નવી દિલ્હીમાં પોતાના ગેટ નંબર 4 પર હાઈ-સ્પીડ ટ્રેન સેટનો ફોટો પ્રદર્શિત કર્યો છે, જેમાં ટ્રેનની આધુનિક એરોડાયનેમિક ડિઝાઇન જોવા મળે છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે અને તેનો પ્રારંભ 15 ઓગસ્ટ 2027 સુધી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બુલેટ ટ્રેનથી હાલમાં કલાકો લેતી મુસાફરી માત્ર આશરે 2 કલાકમાં પૂર્ણ થઈ શકશે, જે મુસાફરો માટે મોટી રાહત સાબિત થશે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફર્સ્ટ લુક જાહેર!
નવા જેમ્સ બોન્ડ માટે શેખર કપૂરે સૂચવ્યું જોન અબ્રાહમનું નામ.
ડેનિયલ ક્રેગના સ્થાને નવા જેમ્સ બોન્ડની શોધ શરુ થઈ છે. નિર્માતા એમેઝોન એમજીએમએ આ કામ કાસ્ટિંગ ડાયરેક્ટર નીના ગોલ્ડને સોંપ્યું છે. તે સાથે જ સમગ્ર મનોરંજન વિશ્વમાં આગામી બોન્ડ કોણ હશે તેની અટકળો ચાલુ થઈ છે. બીજી તરફ પીઢ ભારતીય ફિલ્મ સર્જક શેખર કપૂરે એવો મત વ્યક્ત કર્યો છે કે ભારતીય અભિનેતા જોન અબ્રામમ નવા બોન્ડ તરીકે ફિટ બેસે તેમ છે. ઉલ્લેખનીય છે કે શેખર કપૂરનાં દિગ્દર્શન હેઠળ બનેલી ૧૯૯૮ની ફિલ્મ 'એલિઝાબેથ'માં ડેનિયલ ક્રેગનું પરફોર્મન્સ વખણાયા બાદ જ ડેનિયલ ક્રેગને નવા બોન્ડ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
નવા જેમ્સ બોન્ડ માટે શેખર કપૂરે સૂચવ્યું જોન અબ્રાહમનું નામ.
ફરી યુદ્ધના એંધાણ?
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપતાં AIથી બનાવેલા 20થી વધુ સૈન્ય હુમલાના ચિત્રો અને વીડિયો શેર કર્યા છે. ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરાયેલા આ ચિત્રોમાં ઈરાન પર અમેરિકી હુમલાના દૃશ્યો, ડ્રોન એટેક અને પરમાણુ વિસ્ફોટ જેવા દૃશ્યો દર્શાવવામાં આવ્યા હતા. ટ્રમ્પે ઈરાનને શાંતિ સમજૂતી માટે ઝડપથી પગલાં લેવા ચેતવણી આપી હતી. બીજી તરફ મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિથી વૈશ્વિક તેલ બજાર, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર ગંભીર અસર પડી રહી છે.
ફરી યુદ્ધના એંધાણ?
શું ખરેખર 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે?
1960માં ભૌતિકશાસ્ત્રી હેન્ઝ વોન ફોસ્ટરે ગણિત-વિજ્ઞાન પર આધારિત ભવિષ્યવાણી કરી હતી કે 13 નવેમ્બર 2026ના રોજ અતિશય વસ્તી વધારાને કારણે પૃથ્વી માનવ સંસ્કૃતિને સહન કરી શકશે નહીં. ખોરાક, પાણી, જગ્યા અને સંસાધનો ખૂટી જવાથી યુદ્ધ, અકાળ, બીમારીઓ અને વિનાશ સર્જાઈ શકે છે. આ "ડૂમ્સ્ડે" દિવસ ગણાવાયો હતો. આજના સમયમાં, આ ભવિષ્યવાણી અનેક સમસ્યાઓ (climate change, global warming, water scarcity) ને કારણે ફરી ચર્ચામાં છે. વૈજ્ઞાનિકો ચોક્કસ તારીખ ખોટી માને છે, પણ ચેતવણી ગંભીરતાથી લેવા પર ભાર મૂકે છે.
શું ખરેખર 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે?
NEET પેપર લીક: 'M સર'ની CBI દ્વારા ધરપકડ, કરોડોના સામ્રાજ્ય સુધી પહોંચ્યા!
NEET-UG 2026 પેપર લીક કાંડની તપાસ હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી છે. CBI હાલમાં મહારાષ્ટ્રના જાણીતા કોચિંગ સંચાલક અને RCC ક્લાસીસના ફાઉન્ડર શિવરાજ મોટેગાંવકરની પૂછપરછ કરી રહી છે. ‘M Sir’ તરીકે જાણીતા મોટેગાંવકર મેડિકલ અને એન્જિનિયરિંગ કોચિંગ ક્ષેત્રમાં મોટું નામ ગણાય છે. લાતુરના ખેડૂત પરિવારમાંથી આવતા તેમણે સાયકલ પર ટ્યુશન આપીને કરિયર શરૂ કર્યું હતું અને બાદમાં નાનકડા રૂમમાં માત્ર 10 વિદ્યાર્થીઓ સાથે RCC ક્લાસીસની શરૂઆત કરી હતી. હવે પેપર લીક કેસમાં તેમનું નામ ચર્ચામાં આવ્યું છે.
NEET પેપર લીક: 'M સર'ની CBI દ્વારા ધરપકડ, કરોડોના સામ્રાજ્ય સુધી પહોંચ્યા!
‘લોકોને વાતનું વતેસર કરવાની ટેવ…’, યુઝવેન્દ્ર ચહલ સાથે વિવાદની અટકળો પર મહવશનો જવાબ.
RJ મહવશએ યુઝવેન્દ્ર ચહલ સાથેના સંબંધોની અટકળો પર સ્પષ્ટતા કરી. તેમણે જણાવ્યું કે મિત્રો વચ્ચે મતભેદ સામાન્ય છે અને એકબીજાને અનફોલો કરવા તે કોઈ મોટો મુદ્દો નથી. બંને વચ્ચે ઘણા સારા પળો રહ્યા હોવાથી તે કોઈ કડવાશ રાખતી નથી અને ચહલ માટે હંમેશા શુભેચ્છા ઇચ્છશે. લોકો નાની બાબતોને મોટો મુદ્દો બનાવે છે, જે યોગ્ય નથી. ચહલ અને મહવશ અગાઉ જાન્યુઆરીમાં અનફોલો થતાં ચર્ચામાં આવ્યા હતા, ખાસ કરીને ચહલના છૂટાછેડા પછી તેમની મિત્રતા પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા.
‘લોકોને વાતનું વતેસર કરવાની ટેવ…’, યુઝવેન્દ્ર ચહલ સાથે વિવાદની અટકળો પર મહવશનો જવાબ.
તેઓ ક્યારેય મળ્યા જ નથી...: ક્રિકેટર તિલક વર્મા સાથે અફેરની અટકળો પર એક્ટ્રેસ શ્રીલીલાની ટીમની સ્પષ્ટતા.
તિલક વર્મા અને અભિનેત્રી શ્રીલીલાના ડેટિંગની અફવાઓ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચામાં આવી છે. સૂર્યકુમાર યાદવના મજાકિયા વીડિયોએ આ ચર્ચાને વધુ વેગ આપ્યો હતો. અગાઉ શ્રીલીલાની માતા મુંબઈ ઇન્ડિયન્સની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળતા અને સોશિયલ મીડિયા પર કેટલાક દાવાઓ થતા અફવાઓ શરૂ થઈ હતી. જોકે શ્રીલીલાની ટીમે સ્પષ્ટતા કરી છે કે બંને ક્યારેય મળ્યા પણ નથી અને આ તમામ ચર્ચાઓ પાયાવિહોણી છે. હાલ બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
તેઓ ક્યારેય મળ્યા જ નથી...: ક્રિકેટર તિલક વર્મા સાથે અફેરની અટકળો પર એક્ટ્રેસ શ્રીલીલાની ટીમની સ્પષ્ટતા.
તૃણમૂલ નેતા ભ્રષ્ટાચારમાં ફસાયા, ગ્રામજનોનો રોષ.
TMCના એક નેતા પર આવાસ યોજના અને મજૂરોના ફંડમાં ગોટાળાના આરોપ બાદ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના કશ્મુલી ગ્રામ પંચાયતમાં ભારે હોબાળો મચ્યો હતો. ગ્રામ પંચાયત પ્રમુખ તરૂણ દલુઈ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવતા ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા અને તેમણે પંચાયત ઓફિસ તેમજ નેતાના ઘરમાં તોડફોડ કરી હતી. ઘટનામાં ઘરને ભારે નુકસાન પહોંચ્યું હતું. બાદમાં પોલીસ અધિકારીઓ ટીમ સાથે સ્થળ પર પહોંચી સ્થિતિ કાબુમાં લીધી હતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા ગામમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તૃણમૂલ નેતા ભ્રષ્ટાચારમાં ફસાયા, ગ્રામજનોનો રોષ.
મમ્મી હું અહીં પાગલ થઈ જઈશ...: મિસ પૂણે રહેલી યુવતીનું શંકાસ્પદ મોત!
ભોપાલમાં નોઇડાની 33 વર્ષીય ટ્વિશા શર્માએ શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરતા ભારે ચકચાર મચી છે. લગ્ન બાદ સાસરીમાં માનસિક અને શારીરિક ત્રાસ સહન કરતી ટ્વિશાની માતા સાથેની વોટ્સએપ ચેટ સામે આવી છે, જેમાં તેણે જીવન નરક બની ગયાનું લખ્યું હતું. પોસ્ટમોર્ટમમાં ગળેફાંસો ઉપરાંત શરીર પર ઈજાના નિશાન પણ મળ્યા છે. પરિવારના આક્ષેપ મુજબ પતિ અને સાસરીવાળા દ્વારા તેને સતત હેરાન કરવામાં આવતી હતી. ભોપાલ પોલીસે ફરાર પતિ સમર્થ સિંહ સામે દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મમ્મી હું અહીં પાગલ થઈ જઈશ...: મિસ પૂણે રહેલી યુવતીનું શંકાસ્પદ મોત!
ગ્વાદર પોર્ટ બદલ ચીનને પરમાણુ સબમરીન આપવાની પાકિસ્તાનની યોજના.
પાકિસ્તાનના સંરક્ષણ તંત્ર અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. Drop Site Newsના અહેવાલ મુજબ પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરએ વર્ષ 2024માં ચીન પાસેથી પરમાણુ સબમરીન મેળવવાના બદલામાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગ્વાદર પોર્ટને ચીની સેનાના કાયમી સૈન્ય અડ્ડા તરીકે વિકસાવવા ગુપ્ત યોજના બનાવી હતી. અહેવાલ અનુસાર પાકિસ્તાને બેજિંગને ગ્વાદર બંદરનો ઉપયોગ કરવાની ખાતરી આપી હતી, જ્યારે બદલામાં પરમાણુ હુમલા માટે સક્ષમ સબમરીનની માંગ કરવામાં આવી હતી.
ગ્વાદર પોર્ટ બદલ ચીનને પરમાણુ સબમરીન આપવાની પાકિસ્તાનની યોજના.
LPG માં DME ઉમેરવાની તૈયારી, દેશી કૂકિંગ ગેસ પુણેમાં બનશે.
LPGનો વિકલ્પ ડાઇમેથાઇલ ઇથર (DME) પુણેની 'CSIR-નેશનલ કેમિકલ લેબોરેટરી' માં તૈયાર થશે. કોલસો, બાયોમાસ અને મિથેનોલ જેવા ભારતીય સંસાધનોમાંથી બનતું DME, LPGમાં 20% સુધી ભેળવી શકાશે. આનાથી દેશની વિદેશી એલપીજી પરની નિર્ભરતા ઘટશે અને અંદાજે ₹34,200 કરોડ બચશે. આ 'ક્લીન ફ્યુઅલ' ઘરેલું રસોઈ અને ઓટો રિક્ષામાં પણ ઉપયોગી થશે.
LPG માં DME ઉમેરવાની તૈયારી, દેશી કૂકિંગ ગેસ પુણેમાં બનશે.
રસ્તા પર નમાઝ: CM યોગીની કડક ચેતવણી.
ઉત્તર પ્રદેશનાના CM યોગી આદિત્યનાથે રસ્તાઓ પર નમાઝ પઢવા મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે રસ્તાઓ સામાન્ય નાગરિકો માટે છે અને ત્યાં નમાઝ બિલકુલ સહન નહીં થાય. જો લોકો પ્રેમથી નહીં માને તો કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. રસ્તાઓ પર ધાર્મિક પ્રવૃત્તિઓ કરીને તમાશો બનાવનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. વધુ સંખ્યા હોય તો શિફ્ટમાં નમાઝ પઢવાની સલાહ આપી. સિસ્ટમ સાથે રહેવું હોય તો નિયમો માનવા પડશે. કાયદાનું શાસન બધા માટે સમાન છે, અરાજકતા નહીં ફેલાવા દઈએ.
રસ્તા પર નમાઝ: CM યોગીની કડક ચેતવણી.
AI, 6G, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ: PM મોદીની સ્વીડન યાત્રામાં 5 મોટી ડીલ.
PM મોદીએ સ્વીડનના ગોથેનબર્ગમાં યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રીમાં ભાગ લીધો. UAE અને નેધરલેન્ડ્સની મુલાકાત બાદ આ યાત્રા સફળ રહી. સ્વીડનના PM અને યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે, ભારત-યુરોપના સંબંધો વધુ મજબૂત બન્યા. ભારત-સ્વીડન સંબંધો હવે વ્યૂહાત્મક ભાગીદારી બન્યા છે. 2026-2030 માટે જોઈન્ટ એક્શન પ્લાન જાહેર થયો, જે આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારશે. AI, 6G, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર્સ, અને Renewable ઊર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ અને રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. SME અને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ દ્વારા રોજગારી નિર્માણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું.
AI, 6G, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ: PM મોદીની સ્વીડન યાત્રામાં 5 મોટી ડીલ.
દોઢ કલાકમાં 3 ટ્રેનો પર પથ્થરમારો, મુસાફરોમાં ભય.
બિહારના મુઝફ્ફરપુરમાં રેલવે સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. મુઝફ્ફરપુર જંક્શન અને રામદયાલુ નગર સ્ટેશન વચ્ચે દોઢ કલાકમાં Vande Bharat Express સહિત ત્રણ ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પાટલિપુત્ર-ગોરખપુર વંદે ભારત એક્સપ્રેસના ત્રણ કોચના કાચ તૂટી જતા મુસાફરોમાં ભારે ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. ઘટનાથી ગભરાયેલા મુસાફરો સીટો છોડીને ભાગવા લાગ્યા હતા. બાદમાં મુસાફરોએ તાત્કાલિક રેલવે પ્રશાસન અને RPFને જાણ કરી હતી.
દોઢ કલાકમાં 3 ટ્રેનો પર પથ્થરમારો, મુસાફરોમાં ભય.
મહિલાઓને 3000, મફત બેસ સેવા, મદરેસાઓને ઝટકો.. શુભેન્દુ સરકારે લીધા મોટા નિર્ણય!
પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીની નવી સરકારે બીજી કેબિનેટ બેઠકમાં અનેક મોટા કલ્યાણકારી નિર્ણયો લીધા છે. ‘લક્ષ્મી ભંડાર યોજના’નું નામ બદલી ‘અન્નપૂર્ણા ભંડાર યોજના’ રાખી મહિલાઓને દર મહિને ₹3000 સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. 1 જૂનથી મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરી પણ શરૂ થશે. સરકારે 7મા પગાર પંચને મંજૂરી આપી છે તેમજ મદ્રેસા અને સાંસ્કૃતિક વિભાગની ધર્મ આધારિત સહાય યોજનાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત CAA અરજદારોને પણ યોજનાનો લાભ આપવામાં આવશે અને આયુષ્માન ભારત સહિત અનેક નીતિગત નિર્ણયો અમલમાં મુકાયા છે.
મહિલાઓને 3000, મફત બેસ સેવા, મદરેસાઓને ઝટકો.. શુભેન્દુ સરકારે લીધા મોટા નિર્ણય!
યુદ્ધ વચ્ચે ટ્રમ્પે 90 દિવસમાં 3700+ સોદા કર્યા!
ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વમાં ઈરાન મુદ્દે વધતા તણાવ વચ્ચે હવે અમેરિકાના શેરબજાર સંબંધિત મોટા વિવાદમાં ફસાયા છે. અહેવાલો મુજબ ટ્રમ્પ અથવા તેમના સહયોગીઓએ વર્ષ 2026ના પ્રથમ ત્રણ મહિનામાં 3700થી વધુ સ્ટોક ટ્રેડ કર્યા હતા, જેના કારણે તેઓ તપાસના દાયરામાં આવ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર આ સોદાઓમાં આઈટી, ફાઇનાન્સ, એરોસ્પેસ અને મીડિયા ક્ષેત્રની મોટી કંપનીઓના કરોડો ડૉલરના ટ્રેડ સામેલ હતા. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સરેરાશ દરરોજ 40થી વધુ ટ્રેડ થયા હોવાનું સામે આવ્યું છે.
યુદ્ધ વચ્ચે ટ્રમ્પે 90 દિવસમાં 3700+ સોદા કર્યા!
નેધરલેન્ડ્સના આરોપો પર ભારતનો સખત જવાબ, લઘુમતીઓના અધિકારો સુરક્ષિત.
ભારતે નેધરલેન્ડ્સના લઘુમતી અધિકારો પરના આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા. વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જે જણાવ્યું કે, ભારત જીવંત લોકશાહી છે, જ્યાં અભિવ્યક્તિની સંપૂર્ણ આઝાદી છે. તેમણે ભારતની 5000 વર્ષ જૂની સભ્યતા, ધાર્મિક વિવિધતા અને તમામ ધર્મોના સ્વાગતનો ઉલ્લેખ કર્યો, જેમાં હિન્દુ, બૌદ્ધ, જૈન, શિખ, યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો સમાવેશ થાય છે. આઝાદી સમયે 11% લઘુમતીઓ આજે 20% થી વધુ છે, જે ભારતમાં સુરક્ષા અને પ્રગતિ દર્શાવે છે.
નેધરલેન્ડ્સના આરોપો પર ભારતનો સખત જવાબ, લઘુમતીઓના અધિકારો સુરક્ષિત.
JDUમાં 'થેલીની રાજનીતિ', નીતિશ કુમાર જીવતા દફનાવાયા?
બિહારના રાજકારણમાં ગરમાવો ત્યારે આવ્યો જ્યારે બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ આનંદ મોહન તથા તેમના પુત્ર અને JDU ધારાસભ્ય ચેતન આનંદે પોતાની જ પાર્ટી Janata Dal (United) સામે ખુલ્લો મોરચો ખોલ્યો. સીતામઢીમાં યોજાયેલી બેઠક દરમિયાન બંનેએ JDU અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ચેતન આનંદે આક્ષેપ કર્યો કે નીતિશ કુમારને પાર્ટીમાં અવગણવામાં આવી રહ્યા છે અને સરકારી પોસ્ટરોમાં પણ તેમનો ચહેરો જોવા મળતો નથી.
JDUમાં 'થેલીની રાજનીતિ', નીતિશ કુમાર જીવતા દફનાવાયા?
ચીનમાં 5.2 તીવ્રતાનો ભૂકંપ, 2 મોત, 7000 લોકોનું સ્થળાંતર.
દિલ્હી-ગોવા AAP નેતાના ઠેકાણે ED, બેન્ક લોન ફ્રોડ કેસમાં કાર્યવાહી.
ED એ AAP નેતા દીપક સિંગલા અને અન્ય લોકોના દિલ્હી અને ગોવા સ્થિત સ્થળો પર બેંક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા. સિંગલા MCD અને મહારાષ્ટ્ર-ગોવા AAP ના પ્રભારી છે. AAP એ આ કાર્યવાહીને રાજકીય ગણાવી કેન્દ્ર સરકાર પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ મૂક્યો.
દિલ્હી-ગોવા AAP નેતાના ઠેકાણે ED, બેન્ક લોન ફ્રોડ કેસમાં કાર્યવાહી.
સુરતના ઉધનામાં ભાજપ નેતાની હત્યા!
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મૃતક જય દલાલ સુરતના લીંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. આ ઉપરાંત તે પોતે પણ ભાજપ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો.
સુરતના ઉધનામાં ભાજપ નેતાની હત્યા!
સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટ્યો, રૂપિયો 96.18, ક્રૂડ 110 ડોલર પાર.
મધ્ય પૂર્વમાં તણાવ અને ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને કારણે શેરબજાર ઘટ્યું. સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટી 74,500, નિફ્ટી 220 પોઈન્ટ ઘટી 23,400 પર. ક્રૂડ ઓઇલ 110 ડોલરને પાર. ડોલર સામે રૂપિયો 20 પૈસા નબળો પડી 96.18 પર પહોંચ્યો. FIIs એ 30 દિવસમાં 55 હજાર કરોડના શેર વેચ્યા.