શું ખરેખર 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે?
1960માં ભૌતિકશાસ્ત્રી હેન્ઝ વોન ફોસ્ટરે ગણિત-વિજ્ઞાન પર આધારિત ભવિષ્યવાણી કરી હતી કે 13 નવેમ્બર 2026ના રોજ અતિશય વસ્તી વધારાને કારણે પૃથ્વી માનવ સંસ્કૃતિને સહન કરી શકશે નહીં. ખોરાક, પાણી, જગ્યા અને સંસાધનો ખૂટી જવાથી યુદ્ધ, અકાળ, બીમારીઓ અને વિનાશ સર્જાઈ શકે છે. આ "ડૂમ્સ્ડે" દિવસ ગણાવાયો હતો. આજના સમયમાં, આ ભવિષ્યવાણી અનેક સમસ્યાઓ (climate change, global warming, water scarcity) ને કારણે ફરી ચર્ચામાં છે. વૈજ્ઞાનિકો ચોક્કસ તારીખ ખોટી માને છે, પણ ચેતવણી ગંભીરતાથી લેવા પર ભાર મૂકે છે.
શું ખરેખર 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે?
નવા જેમ્સ બોન્ડ માટે શેખર કપૂરે સૂચવ્યું જોન અબ્રાહમનું નામ.
ડેનિયલ ક્રેગના સ્થાને નવા જેમ્સ બોન્ડની શોધ શરુ થઈ છે. નિર્માતા એમેઝોન એમજીએમએ આ કામ કાસ્ટિંગ ડાયરેક્ટર નીના ગોલ્ડને સોંપ્યું છે. તે સાથે જ સમગ્ર મનોરંજન વિશ્વમાં આગામી બોન્ડ કોણ હશે તેની અટકળો ચાલુ થઈ છે. બીજી તરફ પીઢ ભારતીય ફિલ્મ સર્જક શેખર કપૂરે એવો મત વ્યક્ત કર્યો છે કે ભારતીય અભિનેતા જોન અબ્રામમ નવા બોન્ડ તરીકે ફિટ બેસે તેમ છે. ઉલ્લેખનીય છે કે શેખર કપૂરનાં દિગ્દર્શન હેઠળ બનેલી ૧૯૯૮ની ફિલ્મ 'એલિઝાબેથ'માં ડેનિયલ ક્રેગનું પરફોર્મન્સ વખણાયા બાદ જ ડેનિયલ ક્રેગને નવા બોન્ડ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
નવા જેમ્સ બોન્ડ માટે શેખર કપૂરે સૂચવ્યું જોન અબ્રાહમનું નામ.
ફરી યુદ્ધના એંધાણ?
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપતાં AIથી બનાવેલા 20થી વધુ સૈન્ય હુમલાના ચિત્રો અને વીડિયો શેર કર્યા છે. ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરાયેલા આ ચિત્રોમાં ઈરાન પર અમેરિકી હુમલાના દૃશ્યો, ડ્રોન એટેક અને પરમાણુ વિસ્ફોટ જેવા દૃશ્યો દર્શાવવામાં આવ્યા હતા. ટ્રમ્પે ઈરાનને શાંતિ સમજૂતી માટે ઝડપથી પગલાં લેવા ચેતવણી આપી હતી. બીજી તરફ મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિથી વૈશ્વિક તેલ બજાર, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર ગંભીર અસર પડી રહી છે.
ફરી યુદ્ધના એંધાણ?
ગ્વાદર પોર્ટ બદલ ચીનને પરમાણુ સબમરીન આપવાની પાકિસ્તાનની યોજના.
પાકિસ્તાનના સંરક્ષણ તંત્ર અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. Drop Site Newsના અહેવાલ મુજબ પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરએ વર્ષ 2024માં ચીન પાસેથી પરમાણુ સબમરીન મેળવવાના બદલામાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગ્વાદર પોર્ટને ચીની સેનાના કાયમી સૈન્ય અડ્ડા તરીકે વિકસાવવા ગુપ્ત યોજના બનાવી હતી. અહેવાલ અનુસાર પાકિસ્તાને બેજિંગને ગ્વાદર બંદરનો ઉપયોગ કરવાની ખાતરી આપી હતી, જ્યારે બદલામાં પરમાણુ હુમલા માટે સક્ષમ સબમરીનની માંગ કરવામાં આવી હતી.
ગ્વાદર પોર્ટ બદલ ચીનને પરમાણુ સબમરીન આપવાની પાકિસ્તાનની યોજના.
ગડકરી પરિવારને મિડલ ઈસ્ટ યુદ્ધથી કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા મધ્ય-પૂર્વ તણાવની અસર હવે ભારતીય વેપાર પર પણ જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુલાસો કર્યો કે યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેમના પરિવારના બિઝનેસને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમની કંપની સુગરમાંથી ડિટર્જન્ટ બનાવે છે અને દર મહિને આશરે 100 કન્ટેનર અમેરિકા મોકલાતા હતા. જોકે અમેરિકા-ઈરાન તણાવ વધતા આ કન્ટેનરોની નિકાસ અટકી ગઈ છે, જેના કારણે વેપાર અને સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી રહી છે.
ગડકરી પરિવારને મિડલ ઈસ્ટ યુદ્ધથી કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા.
AI, 6G, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ: PM મોદીની સ્વીડન યાત્રામાં 5 મોટી ડીલ.
PM મોદીએ સ્વીડનના ગોથેનબર્ગમાં યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રીમાં ભાગ લીધો. UAE અને નેધરલેન્ડ્સની મુલાકાત બાદ આ યાત્રા સફળ રહી. સ્વીડનના PM અને યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે, ભારત-યુરોપના સંબંધો વધુ મજબૂત બન્યા. ભારત-સ્વીડન સંબંધો હવે વ્યૂહાત્મક ભાગીદારી બન્યા છે. 2026-2030 માટે જોઈન્ટ એક્શન પ્લાન જાહેર થયો, જે આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારશે. AI, 6G, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર્સ, અને Renewable ઊર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ અને રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. SME અને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ દ્વારા રોજગારી નિર્માણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું.
AI, 6G, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ: PM મોદીની સ્વીડન યાત્રામાં 5 મોટી ડીલ.
યુદ્ધ વચ્ચે ટ્રમ્પે 90 દિવસમાં 3700+ સોદા કર્યા!
ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વમાં ઈરાન મુદ્દે વધતા તણાવ વચ્ચે હવે અમેરિકાના શેરબજાર સંબંધિત મોટા વિવાદમાં ફસાયા છે. અહેવાલો મુજબ ટ્રમ્પ અથવા તેમના સહયોગીઓએ વર્ષ 2026ના પ્રથમ ત્રણ મહિનામાં 3700થી વધુ સ્ટોક ટ્રેડ કર્યા હતા, જેના કારણે તેઓ તપાસના દાયરામાં આવ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર આ સોદાઓમાં આઈટી, ફાઇનાન્સ, એરોસ્પેસ અને મીડિયા ક્ષેત્રની મોટી કંપનીઓના કરોડો ડૉલરના ટ્રેડ સામેલ હતા. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સરેરાશ દરરોજ 40થી વધુ ટ્રેડ થયા હોવાનું સામે આવ્યું છે.
યુદ્ધ વચ્ચે ટ્રમ્પે 90 દિવસમાં 3700+ સોદા કર્યા!
નેધરલેન્ડ્સના આરોપો પર ભારતનો સખત જવાબ, લઘુમતીઓના અધિકારો સુરક્ષિત.
ભારતે નેધરલેન્ડ્સના લઘુમતી અધિકારો પરના આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા. વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જે જણાવ્યું કે, ભારત જીવંત લોકશાહી છે, જ્યાં અભિવ્યક્તિની સંપૂર્ણ આઝાદી છે. તેમણે ભારતની 5000 વર્ષ જૂની સભ્યતા, ધાર્મિક વિવિધતા અને તમામ ધર્મોના સ્વાગતનો ઉલ્લેખ કર્યો, જેમાં હિન્દુ, બૌદ્ધ, જૈન, શિખ, યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો સમાવેશ થાય છે. આઝાદી સમયે 11% લઘુમતીઓ આજે 20% થી વધુ છે, જે ભારતમાં સુરક્ષા અને પ્રગતિ દર્શાવે છે.
નેધરલેન્ડ્સના આરોપો પર ભારતનો સખત જવાબ, લઘુમતીઓના અધિકારો સુરક્ષિત.
ચીનમાં 5.2 તીવ્રતાનો ભૂકંપ, 2 મોત, 7000 લોકોનું સ્થળાંતર.
6 શહેરમાં 42°C પાર, સુરેન્દ્રનગર સૌથી ગરમ, તાપમાનમાં 2°C વધારો.
ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થયો છે. 6 શહેરોમાં પારો 42°Cને પાર પહોંચ્યો છે, જેમાં 44.5°C સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરમાં 43°C થી ઉપર તાપમાન નોંધાયું. સુરતમાં 6.2°C વધુ તાપમાનને કારણે તીવ્ર હીટવેવનો અનુભવ થયો. આગામી 2 દિવસ તાપમાન સ્થિર રહેશે, પછી 2-3 ડિગ્રી ઘટશે.
6 શહેરમાં 42°C પાર, સુરેન્દ્રનગર સૌથી ગરમ, તાપમાનમાં 2°C વધારો.
ચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, 2ના મોત.
સોમવારની વહેલી સવારે દક્ષિણ ચીનનો મોટો હિસ્સો ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજી ઉઠ્યો હતો. કુદરતી આફતના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૨ માપવામાં આવી છે. આંચકો એટલો તીવ્ર હતો કે લોકો ઊંઘમાંથી જાગીને જીવ બચાવવા ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
ચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, 2ના મોત.
🔥 યુપીનું બાંદા સૌથી ગરમ, 22 શહેરોમાં પારો 43°C પાર.
🌡️ રાજસ્થાન, MP સહિત 9 રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ. ઘણા જિલ્લાઓનું તાપમાન 45°C પાર કરશે. પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર પણ યલો એલર્ટ પર. UPના બાંદામાં 46.4°C, રાજસ્થાનમાં 45°C, MPમાં 44.5°C નોંધાયું. બિહારમાં ગરમીથી 27 વિદ્યાર્થીનીઓ બેભાન. આગામી બે દિવસ ગરમી યથાવત રહેશે.
🔥 યુપીનું બાંદા સૌથી ગરમ, 22 શહેરોમાં પારો 43°C પાર.
મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત.
મેક્સિકોના પુએબ્લા રાજ્યના તેહુઇટ્ઝિંગો શહેરમાં અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરીને 10 લોકોનો જીવ લીધો. આ ઘટનામાં 6 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. ફેડરલ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, પરંતુ હુમલાખોર કે તેના હેતુ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. આ પુએબ્લા રાજ્યમાં હિંસાની પ્રથમ ઘટના નથી, અગાઉ પણ આવા હુમલાઓ થયા છે.
મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત.
ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા: 7 શહેરોમાં તાપમાન 41°C પાર.
ગુજરાત રાજ્ય હાલ ભીષણ ગરમીની અસહ્ય લપેટમાં છે. સૌરાષ્ટ્રના 7 શહેરોમાં રવિવારે પારો 41°Cને પાર થયો, જેમાં સુરેન્દ્રનગર 44.5°C સાથે સૌથી ગરમ રહ્યું. રાજકોટ અને અમરેલીમાં પણ તાપમાન 43°Cથી ઉપર નોંધાયું. આગામી પાંચ દિવસ સુધી તાપમાન 40°Cથી ઉપર રહેવાની સંભાવના છે, જોકે 2-3 દિવસમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. ચોમાસુ 26 મેની આસપાસ કેરળમાં દસ્તક દઈ શકે છે.
ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા: 7 શહેરોમાં તાપમાન 41°C પાર.
અમેરિકામાં એર શો દરમિયાન હવામાં અથડાયા બે F-18 ફાઇટર જેટ.
અમેરિકાના ઇડાહોના માઉન્ટેન હોમ એર ફોર્સ બેઝ ખાતે 'ગનફાઇટર સ્કાઇઝ એર શો' દરમિયાન અમેરિકન નેવીના બે સુપર હોર્નેટ ફાઇટર જેટ્સ હવામાં અથડાયા. આ ભયાનક દુર્ઘટના બાદ, વિમાનોમાં સવાર ચાર ક્રૂ મેમ્બર્સે એજેક્શન સીટનો ઉપયોગ કરીને સમયસર બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો. એર શો રદ કરવામાં આવ્યો અને તપાસ શરૂ કરાઈ.
અમેરિકામાં એર શો દરમિયાન હવામાં અથડાયા બે F-18 ફાઇટર જેટ.
PM મોદી: ભારત-સ્વીડન લોકશાહીનો સહયોગ, આતંકવાદ સામે લડાઈ ચાલુ.
PM મોદી સ્વીડન મુલાકાતે. ગોથેનબર્ગમાં 'યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી'માં બોલ્યા, આતંકવાદ માનવતા માટે ખતરો છે, તેની સામે લડાઈ ચાલુ રાખીશું. ભારત-સ્વીડન જેવા લોકશાહી દેશોનો સહયોગ જરૂરી. પીએમ મોદીને સ્વીડનનું સર્વોચ્ચ સન્માન 'રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ' મળ્યું. આ તેમનું 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.
PM મોદી: ભારત-સ્વીડન લોકશાહીનો સહયોગ, આતંકવાદ સામે લડાઈ ચાલુ.
યુદ્ધની આડમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખેલ!
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પોતાના શેર ટ્રેડિંગ માટે વિવાદોમાં ઘેરાયા છે. અમેરિકા મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રમ્પે ફેબ્રુઆરીમાં માઇક્રોસોફ્ટ અને એમેઝોનનાં 50 લાખ ડોલરથી 2.5 કરોડ ડોલર સુધીનાં શેર વેચ્યા હતાં અને માર્ચમાં આ જ કંપનીઓનાં કરોડો ડોલરનાં શેર ખરીદી લીધા હતાં.જો કે શેરોની લેવડદેવડની આ માહિતી યોગ્ય સમયમાં જાહેર કરવામાં આવી ન હતી. જેના કારણે તેમને દંડ ભરવો પડયો છે.
યુદ્ધની આડમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખેલ!
કલ્પસર ડેમ : PM મોદી ઐતિહાસિક ભવિષ્ય નિર્માણ કરશે.
PM મોદીના યુરોપ પ્રવાસમાં નેધરલેન્ડ સાથે ૧૭ કરાર થયા. તેમાં સેમીકન્ડક્ટર, સંરક્ષણ, ક્રિટિકલ મિનરલ્સ, ગ્રન હાઈડ્રોજન, ઊર્જા, કૃષિ અને ટેક્નોલોજીનો સમાવેશ છે. ધોલેરામાં સેમીકન્ડક્ટર ફેબ માટે ટાટા અને ASML વચ્ચે સમજૂતી થઈ. આ ભારત-નેધરલેન્ડ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.
કલ્પસર ડેમ : PM મોદી ઐતિહાસિક ભવિષ્ય નિર્માણ કરશે.
ઇરાનની મસ્જિદોમાં હથિયારોની તાલિમ, ત્રણ કરોડ લોકોનું રજિસ્ટ્રેશન.
અમેરિકા અને ઇઝરાયેલ સામે ભિષણ યુદ્ધની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે ઇરાન પોતાના નાગરિકોને તૈયાર કરી રહ્યું છે. આ માટે ઇરાન હવે મસ્જિદોનો પણ ઉપયોગ કરી રહ્યું હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું.દાવા મુજબ ઇરાન પોતાના નાગરિકોને મસ્જિદોમાં હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યું છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ એકે-47 ચલાવવાનું શીખી રહી છે.
ઇરાનની મસ્જિદોમાં હથિયારોની તાલિમ, ત્રણ કરોડ લોકોનું રજિસ્ટ્રેશન.
ભુજમાં ઘરેલુ સોલાર સિસ્ટમ: વર્ષે 2.38 કરોડ યુનિટ વીજળી ઉત્પાદન.
અમેરિકા-ઈરાન વાતચીત નિષ્ફળ, ટ્રમ્પના ઈરાન પર હુમલાનો ભય.
અમેરિકન મીડિયાએ દાવો કર્યો છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ જશે તો રાષ્ટ્રપ્રમુખ Donald Trump ઈરાન પર ફરી હુમલા કરી શકે છે. ટ્રમ્પે ઈરાનને સમજૂતી કરવાની ધમકી આપી છે. જો ઈરાન શરતો નહીં સ્વીકારે તો યુદ્ધ ભડકી શકે છે. ટ્રમ્પની એક AI તસવીર અને સોશિયલ મીડિયા પોસ્ટ પરથી આ ભય વધુ વધી રહ્યો છે.
અમેરિકા-ઈરાન વાતચીત નિષ્ફળ, ટ્રમ્પના ઈરાન પર હુમલાનો ભય.
મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 3ના મોત.
Russia-Ukraine War: યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર 1000થી વધુ ડ્રોન અને મિસાઈલોથી વળતો હુમલો કર્યો, જેમાં એક ભારતીય શ્રમિકનું મોત થયું અને ત્રણ ભારતીયો સહિત 12 લોકો ઈજાગ્રસ્ત થયા. રશિયાનો દાવો છે કે 556 ડ્રોન તોડી પાડ્યા, જોકે ત્રણ રહેણાંક મકાનોને નુકસાન થયું.
મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 3ના મોત.
તાઈવાનનો ચીન અને ટ્રમ્પને સણસણતો જવાબ: અમે ગુલામ નથી, ભવિષ્ય નક્કી કરીશું.
ચીનની દાદાગીરી અને US President Donald Trump ની ધમકી વચ્ચે Taiwan President Lai Ching એ સ્પષ્ટ કહ્યું કે, ‘Taiwan Beijing ને આધીન નથી. Taiwan ના લોકો જ Taiwan નું ભવિષ્ય નક્કી કરશે, બહારના દેશોને દખલ કરવાનો અધિકાર નથી.’ Trump ના બદલાયેલા વલણ અને ચીનની ધમકીઓ છતાં Taiwan પોતાના સાર્વભૌમત્વ અને આઝાદી સાથે ક્યારેય સમજૂતી નહીં કરે.
તાઈવાનનો ચીન અને ટ્રમ્પને સણસણતો જવાબ: અમે ગુલામ નથી, ભવિષ્ય નક્કી કરીશું.
ઈબોલાનો નવો સ્ટ્રેન: WHOની ઈન્ટરનેશનલ ઇમરજન્સી.
કોંગો અને યુગાન્ડામાં બુંડીબુગ્યો વાયરસ (Bundibugyo virus) નામના ઈબોલાના ઘાતક સ્ટ્રેનના ફેલાવાને કારણે WHO એ જાહેર આરોગ્યની આંતરરાષ્ટ્રીય ચિંતાની કટોકટી જાહેર કરી છે. આ સ્ટ્રેન અગાઉની મોટાભાગની મહામારીઓમાં ફેલાયેલા 'ઝૈરે' (Zaire) સ્ટ્રેન કરતાં અલગ છે. બુંડીબુગ્યો સ્ટ્રેનની શોધ વર્ષ 2007-2008માં યુગાન્ડાના બુંડીબુગ્યો જિલ્લામાં થઈ હતી, જ્યાં તે પહેલીવાર સામે આવ્યો હતો. ત્યારે તેણે 116થી વધુ લોકોને સંક્રમિત કર્યા હતા અને તેના કારણે આશરે 34-40 ટકા લોકોના મોત થયા હતા.
ઈબોલાનો નવો સ્ટ્રેન: WHOની ઈન્ટરનેશનલ ઇમરજન્સી.
UAEમાં ન્યુક્લિયર પ્લાન્ટ પર ડ્રોન એટેક.
UAE ના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પાસે શંકાસ્પદ ડ્રોન હુમલાથી આગ લાગી. કોઈ જાનહાનિ નથી, પ્લાન્ટ સુરક્ષિત છે, રેડિયેશનનું જોખમ નથી. ઈરાન-અમેરિકા યુદ્ધની અસર મધ્ય-પૂર્વમાં વિસ્તરી રહી છે. આ પ્લાન્ટ અરબ દ્વીપકલ્પનો પ્રથમ કાર્યરત ન્યુક્લિયર પ્લાન્ટ છે. અબુ ધાબીના સ્થાનિક મીડિયા અનુસાર આ હુમલો પ્લાન્ટના અંદરના ભાગની બહાર આવેલા એક ઇલેક્ટ્રિકલ જનરેટર પર થયો હતો. UAE તેલ નિકાસ માટે નવી પાઇપલાઇન પર કામ કરી રહ્યું છે, જે ઈરાનના દરિયાઈ માર્ગ પર નિર્ભરતા ઘટાડશે.
UAEમાં ન્યુક્લિયર પ્લાન્ટ પર ડ્રોન એટેક.
ટ્રમ્પના નિર્ણય અને યુક્રેનના હુમલાથી તેલના ભાવ વધ્યા.
Hormuz Crisis વચ્ચે USએ રશિયન તેલ છૂટ લંબાવ્યો નથી, અને યુક્રેને રશિયાના oil depot પર ડ્રોન હુમલો કર્યો છે. આ બે ઘટનાઓથી વિશ્વમાં તેલની અછત અને ભાવવધારો વધવાની શક્યતા છે. ભારત જેવા દેશો પર આર્થિક દબાણ વધશે. ટ્રમ્પ પ્રશાસને માર્ચ અને એપ્રિલ મહિનામાં બે વાર રશિયન તેલ પર કામચલાઉ છૂટછાટો આપી હતી, પરંતુ તે માત્ર એવા ટેન્કરો પૂરતી જ સીમિત હતી જેમાં રશિયન તેલ પહેલેથી જ લોડ થઈ ચૂક્યું હતું. ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય ખોરવાયેલો હોવાથી ભારત અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ આ છૂટ ચાલુ રાખવા વિનંતી કરી હતી.
ટ્રમ્પના નિર્ણય અને યુક્રેનના હુમલાથી તેલના ભાવ વધ્યા.
ગુજરાતમાં બનશે 'સુપર ચિપ્સ'!
વડાપ્રધાન મોદીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન, ભારતે સેમિકન્ડક્ટર (ચિપ) ક્ષેત્રે ઐતિહાસિક કરાર કર્યો છે. આ ડીલ હેઠળ, નેધરલેન્ડની ASML કંપની ટાટા ગ્રુપ સાથે મળીને ગુજરાતના ધોલેરામાં ₹91,000 કરોડના રોકાણથી એડવાન્સ ચિપ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે. આ કરાર ચીનના વર્ચસ્વને પડકારશે અને ભારતને ચિપ મેકિંગમાં આત્મનિર્ભર બનાવશે.
ગુજરાતમાં બનશે 'સુપર ચિપ્સ'!
અમેરિકાના હુમલાનો ખતરો: સરકાર નાગરિકોને આપી રહી છે ગેરીલા યુદ્ધની ટ્રેનિંગ.
CIA વડાની ક્યુબા મુલાકાત બાદ યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકાના સંભવિત હુમલાને ધ્યાનમાં રાખી, ક્યુબા સરકારે નાગરિકોને ગેરીલા યુદ્ધની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. આર્મી સ્ટાઈલ ટ્રેનિંગ ઘર-ઘરમાં આપવામાં આવી રહી છે. ક્યુબાની સેના પાસે આધુનિક હથિયારોની અછત છે, છતાં તેઓ અમેરિકી હુમલા સામે લડવા સજ્જ છે. અમેરિકાએ વેનેઝુએલાથી ક્યુબા આવતી તેલ સપ્લાય પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
અમેરિકાના હુમલાનો ખતરો: સરકાર નાગરિકોને આપી રહી છે ગેરીલા યુદ્ધની ટ્રેનિંગ.
ખુરશી બચાવવાના તમામ દાવ ફેલ! UKના PM સ્ટાર્મર રાજીનામું આપવા તૈયાર.
UKના PM કીથ સ્ટાર્મર (Keir Starmer) આંતરિક વિખવાદ અને દબાણ હેઠળ રાજીનામું આપવા તૈયાર છે. "હાલની અરાજકતા અસહ્ય છે" તેમ સ્વીકારી, તેઓ સન્માનજનક રીતે સત્તા છોડવા માંગે છે. આ સમગ્ર વિવાદ પાછળ લેબર પાર્ટીના દિગ્ગજ નેતા એન્ડી બર્નહામ (Andy Burnham) નો હાથ હોવાનું મનાય છે. તેઓ મેકરફિલ્ડ (Makerfield) ની પેટાચૂંટણી દ્વારા વેસ્ટમિન્સ્ટર (સંસદ) માં પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે.