50થી વધુ ઘરોમાં 6 મહિનાથી પાણી નહીં
50થી વધુ ઘરોમાં 6 મહિનાથી પાણી નહીં
Published on: 25th August, 2026

પોરબંદરની સદભાવના સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. એરપોર્ટ સામે આવેલી આ સોસાયટીમાં 50થી વધુ મકાનોના સેંકડો રહીશો પાણી વિના હાલાકી ભોગવી રહ્યા છે. પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ટેકનિકલ ખામી સર્જાતા પાણી વિતરણ ખોરવાઈ ગયું છે. અગાઉ અનેક વખત જાણ કરવા છતાં તંત્ર દ્વારા નક્કર પગલાં ન લેવાતાં, આખરે સ્થાનિકોએ મનપાના મેયરને રૂબરૂ મળીને તાત્કાલિક ઉકેલ લાવવા માટે ઉગ્ર રજૂઆત કરી છે. લોકોને ખાનગી ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે, જેનાથી આર્થિક બોજ વધ્યો છે.