પ. બંગાળ સરકારના મંત્રીના પતિની જાહેરમાં ધોલાઈ
પ. બંગાળ સરકારના મંત્રીના પતિની જાહેરમાં ધોલાઈ
Published on: 15th June, 2025

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસની સરકારમા પુરવઠા વિભાગના રાજ્યમંત્રી જ્યોત્સના માંડીના પતિ તુહીન ઉપર બજારની વચ્ચે કેટલાક લોકોએ સરેઆમ મારઝૂડ કરી. આ ઘટના બાંકુડા જિલ્લાના ખાતડા શહેરમાં બની હતી. પોલીસે આ કેસમાં સ્થાનિક ભાજપ નેતા શાંતનુ સિંહ અને તેમના પક્ષના ચાર કાર્યકરોની ધરપકડ કરી છે. આ ઘટનાને લઈને જ્યોત્સના માંડીએ જણાવ્યું હતું કે મારા પતિ સરકારી કર્મચારી છે. તે રાજકારણમાં સામેલ નથી. આમ છતાં ભાજપના લોકોએ તેને નિશાન બનાવ્યા. આ ઘટના ખાતડા શહેરને અશાંત કરવાનું કાવતરું છે. મેં પોલીસ, વહીવટીતંત્ર અને ટોચની નેતાગીરીને આ ઘટનાની જાણ કરી છે. તે યોગ્ય પગલાં ઉઠાવશે.