750થી વધુ મહેસૂલી કર્મચારીઓ 5મીએ માસ સીએલ
750થી વધુ મહેસૂલી કર્મચારીઓ 5મીએ માસ સીએલ
Published on: 04th October, 2026

વર્ષોથી પડતર માગણીઓનો ઉકેલ ન આવતા મહેસૂલી કર્મચારી મંડળ અને મહામંડળના નેજા હેઠળ ઉત્તર ગુજરાતમાં વિરોધ શરૂ થયો છે. બનાસકાંઠા, વાવ-થરાદ સહિત 750 થી વધુ કર્મચારીઓએ શનિવારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. 5 ઓક્ટોબરથી માસ સીએલ અને 7 ઓક્ટોબરથી બેમુદત હડતાળની ચીમકી અપાઈ છે. બઢતી, બદલીની પારદર્શક નીતિ, સિનિયોરિટી યાદી અને તલાટીઓના જોબચાર્ટમાંથી બિનજરૂરી કામગીરીનો બોજ દૂર કરવાની માગ છે. સરકાર તરફથી આશ્વાસન મળવા છતાં ઉકેલ ન આવતા કર્મચારીઓમાં રોષ છે.