માયાવતીનું કડક પગલું, જે મમતા બેનરજી ક્યારેય નહીં ભરી શકે
માયાવતીનું કડક પગલું, જે મમતા બેનરજી ક્યારેય નહીં ભરી શકે
Published on: 16th September, 2026

રાજકારણમાં મહિલા નેતાઓ તરીકે ઇન્દિરા ગાંધી, માયાવતી, જયલલિથા અને મમતા બેનરજીની ગણના થાય છે. ઇન્દિરા ગાંધીને "દુર્ગા" કહેવાયા છે, જયલલિતાએ વાજપેયી સરકાર પાડી હતી, અને મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં અજેય ગણાતા હતા. હાલમાં, મમતા બેનરજી પશ્ચિમ બંગાળ ચૂંટણી હાર્યા બાદ રાજકારણમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયા છે. તેઓ તેમના સાથીઓને પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અભિષેક બેનરજીની દાદાગીરીને કારણે ઘણાએ પક્ષ છોડ્યો છે. માયાવતીએ ભત્રીજા અકાશ આનંદને દૂર કરીને સગાવાદ ન માનતા હોવાનું સાબિત કર્યું છે, જે મમતા બેનરજી અભિષેક બેનરજી માટે કરી શકતા નથી.