કેરલમના CM તરીકે વી. ડી. સતીશન જાહેર, દિગ્ગજ નેતા કે. સી. વેણુગોપાલનું પત્તું કપાયું.
કેરલમના CM તરીકે વી. ડી. સતીશન જાહેર, દિગ્ગજ નેતા કે. સી. વેણુગોપાલનું પત્તું કપાયું.
Published on: 14th May, 2026

કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસ નેતા વી. ડી. સતીશનનું નામ જાહેર થયું છે. દિગ્ગજ નેતા કે. સી. વેણુગોપાલને આ પદ મળ્યું નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ટોચના નેતાઓ સાથે ચર્ચા બાદ આ નિર્ણય કર્યો છે. વી. ડી. સતીશન 2001 થી પરવૂર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને અગાઉ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. કેરલમ વિધાનસભા ચૂંટણીના પરિણામ 4 મેના રોજ જાહેર થયા હતા પણ 11 દિવસ બાદ કોંગ્રેસે મુખ્યમંત્રીના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે.