મુલાયમના પુત્ર પ્રતીકનું 38 વર્ષે હાર્ટ ફેઇલથી મોત, આજે અંતિમ સંસ્કાર.
મુલાયમના પુત્ર પ્રતીકનું 38 વર્ષે હાર્ટ ફેઇલથી મોત, આજે અંતિમ સંસ્કાર.
Published on: 14th May, 2026

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના પુત્ર અને સપાના વડા અખિલેશ યાદવના ભાઇ પ્રતીક યાદવનું ૩૮ વર્ષની વયે મોત નિપજ્યું છે. નિયમિત જીમમાં કસરત કરીને સિક્સ પેક એબ બનાવીને ચર્ચામાં રહેતા પ્રતીક યાદવનું અચાનક જ મોત થતા પરિવાર અને ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે. પ્રતીકના ફેફસાની લોહીની નળીઓમાં ગઠ્ઠા જામી જવાને કારણે હાર્ટ પર અસર પડી તેથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.