ગ્રામ પંચાયત બની સમરસ:વિજયનગરની કઠવાવડી અને નવાભગા પંચાયત સમરસ બની
ગ્રામ પંચાયત બની સમરસ:વિજયનગરની કઠવાવડી અને નવાભગા પંચાયત સમરસ બની
Published on: 15th June, 2025

વિજયનગરના નીચલા પટ્ટાની બે પંચાયતોએ ઇતિહાસ સર્જયો હતો. જેમાં તાલુકાની કઠવાવાડી અને નવાભગા ગ્રામ પંચાયત સમરસ બની હતી. જેમાં કાલવણ માંથી વિભાજીત કઠવાવડી પંચાયતની પ્રથમ મહિલા સરપંચ બિનહરીફ વિજેતા બની હતી. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે તાલુકાના નીચલા પટ્ટાની બે ગ્રામ પંચાયતો કાઠવાવાડી એ નવાભગા ગ્રામ પંચાયત માં સરપંચે સભ્યો પૈકી એક એક પેનલે પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચતા બંને પંચાયતના સરપંચ અને સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. આ અંગે નાયબ મામલતદાર રમેશભાઈ ખરાડી અને મદદનીશ ચૂંટણી અધિકારી ઈશ્વરભાઈ ડામોરના જણાવ્યા અનુસાર કઠવાવડી પંચાયતમાં સરપંચ તરીકે ભારતીબેન હરેશભાઇ ધ્રાંગી અને તમામ સભ્યો જ્યારે નવાભગા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ભાજપના પૂર્વ તાલુકા સદસ્ય ભેરાભાઈ શેનાભાઇ રોયણીયા ને તમામે તમામ દસ વોર્ડના સભ્યો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.