કપડવંજના MLA અને PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસનો આરોપ
કપડવંજના MLA અને PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસનો આરોપ
Published on: 17th June, 2026

ખેડા જિલ્લાના રાજકારણમાં ચકચાર જગાવતી ઘટના સામે આવી છે, જ્યાં કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીના ભત્રીજા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણ ડાભીના પુત્ર જીજ્ઞેશ ડાભીએ ઝેરી પદાર્થ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જીજ્ઞેશને જનતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં તેની હાલત નાજુક છે. આ મામલામાં જીજ્ઞેશની પત્ની અને તેના પરિવાર દ્વારા કપડવંજના વર્તમાન MLA અને તેમના PA પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેના કારણે ભાજપમાં આંતરિક ઘમાસાણ મચી ગયું છે.