ઉજવણી: ઇટાલિયાની જીતની મોરબી, ભાયાવદરમાં આતશબાજી સંગ ઉજવણી
ઉજવણી: ઇટાલિયાની જીતની મોરબી, ભાયાવદરમાં આતશબાજી સંગ ઉજવણી
Published on: 24th June, 2025

મોરબી, ભાયાવદર અને વિસાવદરની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની શાનદાર જીત મોરબીના શનાળા રોડ ઉપર આવેલી સુપર માર્કેટ પાસે ઉજવી હતી. આ પ્રસંગે પાર્ટીના આગેવાનો અને કાર્યકરે ફટાકડા ફોડી, ગરબે રમી અને એકબીજાને મોં મીઠાં કરાવ્યા. ભાયાવદરમાં પણ શહેર પ્રમુખ વલ્લભભાઈ માકડિયા અને કાર્યકરોએ સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરી.