દિલ્હીની વાત : બિહાર ચૂંટણીમાં ચિરાગ પાસવાન ભાજપની બાજી બગાડશે
દિલ્હીની વાત : બિહાર ચૂંટણીમાં ચિરાગ પાસવાન ભાજપની બાજી બગાડશે
Published on: 15th June, 2025

નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બેઠકોની વહેચણી બાબતે એનડીએમાં ખેંચતાણ થવાની શક્યતા છે. એનડીએના નેતા એમ કહી રહ્યા છે કે, બેઠકોની વહેચણી બાબતે કોઈ તકલીફ નથી. લોકસભાની જેમ વિધાનસભામાં પણ નેતાઓ સાથે મળીને નક્કી કરશે. જોકે મળતી માહિતી પ્રમાણે આ વખતે પરિસ્થિતિ એટલી સરળ નહીં હોય. કોઈપણ રાજકીય પક્ષોનું ગઠબંધન થાય ત્યારે દરેક પક્ષ પોતાને વધુમાં વધુ બેઠકો મળે એ માટે પ્રયત્ન કરે છે. જોકે એનડીએમાં ભાજપ અને જેડીયુ જે ફોર્મ્યુલા બનાવવા માગે છે એ માટે ચિરાગ પાસવાન અને માંઝી સહમત નહી થાય એવું મનાય છે.