નવા લેબર કોડ સામે ગુજરાતના વકીલો અને શ્રમિક સંગઠનોનો વિરોધ
નવા લેબર કોડ સામે ગુજરાતના વકીલો અને શ્રમિક સંગઠનોનો વિરોધ
Published on: 14th October, 2026

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાઈ રહેલા નવા લેબર કોડ સામે ગુજરાતમાં કાનૂની આલમ અને શ્રમિક સંગઠનોમાં ભારે આક્રોશ છે. લેબર કોર્ટના ન્યાયાધીશો પાસે રહેલી ન્યાયિક સત્તાઓ વહીવટી અધિકારીઓને સોંપવાના વિરોધમાં રાજ્યભરની લેબર કોર્ટોના વકીલો કામકાજથી અળગા રહ્યા હતા, જેના પગલે સેંકડો કેસોની સુનાવણી અટકી પડી હતી. વકીલો અને યુનિયનોનો આરોપ છે કે આનાથી કામદારોના બંધારણીય અધિકારો જોખમાશે.