નવરાત્રિ બાદ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા
નવરાત્રિ બાદ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા
Published on: 14th October, 2026

હવામાન વિભાગના અનુમાન મુજબ, ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ગરમીનું જોર યથાવત રહેશે, જેમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે, 19 ઓક્ટોબરના રોજ મૌસમી ટ્રફની અસર હેઠળ અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી જેવા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેનાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. અમદાવાદમાં ઓક્ટોબરમાં ગરમીએ નવ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.