અમદાવાદ રેલવે સ્ટેશન પર દિવાળી અને છઠ પૂજા માટે સ્પેશિયલ ટ્રેનો દોડશે
અમદાવાદ રેલવે સ્ટેશન પર દિવાળી અને છઠ પૂજા માટે સ્પેશિયલ ટ્રેનો દોડશે
Published on: 14th October, 2026

આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા અમદાવાદ રેલવે સ્ટેશન પર વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના DRM વેદ પ્રકાશે જણાવ્યું કે, સ્ટેશનના આધુનિકીકરણનું કામ ચાલુ હોવા છતાં ટ્રેન વ્યવહાર યથાવત રહેશે. નવા પ્લેટફોર્મ 9 થી 12 પણ ખુલ્લા મુકાશે. ઉત્તર ભારત જતી ટ્રેનોની સંખ્યા વધારવા અને જરૂર પડ્યે નવી ટ્રેનો શરૂ કરવાની પણ યોજના છે.