થરા અને ઓખા નગર પાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય
થરા અને ઓખા નગર પાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય
Published on: 13th October, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. બનાસકાંઠાની થરા નગર પાલિકામાં ભાજપે 24માંથી 19 બેઠકો જીતી સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી છે અને AAPનું ખાતું ખુલ્યું નથી. દેવભૂમિ દ્વારકાની ઓખા નગર પાલિકામાં ભાજપે 36માંથી 33 બેઠકો પર પ્રચંડ બહુમતી મેળવી બે દાયકાથી પોતાનો ગઢ જાળવી રાખ્યો છે, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી છે.