અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
Published on: 15th August, 2026

અમરેલી ખાતે 80મો સ્વતંત્રતા પર્વ રાજ્યકક્ષાની ઉજવણી ઉત્સાહભેર સંપન્ન થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે જણાવ્યું કે, ગુજરાત 'વિકસિત ભારત'ના સંકલ્પમાં અગ્રેસર રહીને લીડ લેશે, અને વિકાસ-વિરાસતના સંગમથી ગુજરાત આગળ વધી રહ્યું છે. ગરીબો, યુવાનો, ખેડૂતો અને નારી શક્તિને વિકસિત ભારતના મજબૂત સ્તંભ ગણાવ્યા. ખેડૂતોને દિવસે વીજળી, જળ સંચય, બંદરોનો વિકાસ, 16 લાખથી વધુ ગરીબોને આવાસ અને 10,300 થી વધુ આરોગ્ય મંદિરો જેવી સિદ્ધિઓ ગણાવી. આકર્ષક પરેડ, રાઇફલ ડ્રીલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.