PM મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, 2047 સુધી 100 GW પરમાણું ઉર્જા લક્ષ્યાંક
PM મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, 2047 સુધી 100 GW પરમાણું ઉર્જા લક્ષ્યાંક
Published on: 15th August, 2026

80માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કરતાં દેશને 2047 સુધીમાં 100 GW પરમાણું ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાના ઐતિહાસિક લક્ષ્યાંકની જાહેરાત કરી. તેમણે એનર્જી સિક્યોરિટી અને 2070 સુધીમાં 'નેટ-ઝીરો' લક્ષ્યાંક પ્રાપ્ત કરવા પર ભાર મૂક્યો. આ સાથે, તેમણે ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર ટેક્નોલોજીમાં મળેલી સફળતા અને પરમાણું ઈંધણમાં આત્મનિર્ભરતા દિશામાં થયેલી પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો.